પાટણમાં સતત ચોથા દિવસે કોરોનાની સદી, 134 કેસ

પાટણ
પાટણ

શુક્રવારે જિલ્લામાં સતત સદી પાર કેસનો સિલસિલો યથાવત રહ્યો હતો. જેમાં 134 કેસ પ્રથમવાર નોંધાયા હતા.જે માં પાટણ શહેરમાં 47 અને સંડેર ગામમાં 6, રણુંજ ગામમાં 4, મણુંદ અને માતપુર અને ધારપુર ગામમાં 2 – 2, બાલીસણા, કણી ખીમીયાણા ગામમાં 1 -1 મળી તાલુકામાં કુલ 67 કેસનો વિસ્ફોટ, સિદ્ધપુર શહેરમાં 4, દેથળી ગામમાં 3, કાકોશી, ધનાવાડા, દશાવાડા અને સુજાનપુર ગામમાં એક-એક મળી તાલુકામાં 11, સમી તાલુકામાં અદગામમાં એક સાથે 9, રાફુ, લાલપુર, વરાણા, નાયકા, કનીજ, જાખેલ, બાદરગંજ ગામમાં એક એક મળી કુલ 16 કેસ, હારીજ શહેરમાં 10 અને તંબોળીયા અને સરેલ ગામમાં એક એક મળી તાલુકામાં 12 કેસ, ચાણસ્મા તાલુકામાં ખારાધરવા ગામમાં 6, લણવા ગામમાં 3, શેલાવી ગામમાં 2 મળી 11 કેસ, સરસ્વતી તાલુકામાં સરિયદ અને કાનોસણ ગામમાં 2-2, ભૂતીયાવાસણા, વાગડોદ, લોધી, ગોળીવાડા, નાયતા, કાંસા ગામમાં 1 -1 મળી 10, સાંતલપુરના વારાહીમાં 2 અને હમીરપુર, ગોખાતર ગામમાં એક એક મળી 4, શંખેશ્વરમાં એક, લોલાડા અને બોલેરા ગામમાં એક એક મળી તાલુકામાં 3, રાધનપુરના સાતુન ગામમાં એક મળી જિલ્લામાં કુલ 134 નવા કેસ નોંધાતા કેસ આંક 5331 થયો છે, જિલ્લામાં વધુ 834 ટેસ્ટિંગ કરાયા હતા. 713 નેગેટિવ આવ્યા હતા. 23 દર્દીઓ સ્વસ્થ થયા હતા. જિલ્લામાં 9 દિવસમાં 771 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ પાટણ શહેરમાં છે. પાટણ બાદ રાધનપુર, સિદ્ધપુર અને ચાણસ્મા તાલુકામાં સંક્રમણ વધી રહ્યું છે.

પાટણમાં વધતા કેસોને લઇ પ્રશાસનના કડક વલણ જોઈ ત્રીજા દિવસે વેપારીઓ દ્વારા સ્વયંભૂ ધંધા રોજગાર બંધ કરતા પાંચ વાગ્યાથી જ બજારો બંધ થવા લાગ્યા હતા. શુક્રવારે સાંજે રેન્જ આઇજી દ્વારા પાટણ શહેરમાં પોલીસ કાફલા સાથે ફ્લર્ગ માર્ચ યોજી શહેરની જનતાને કોરોનાની જાગૃતતા માટે અપીલ કરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.