કોરોનાની ત્રીજી લહેરને લઇ પાટણ જિલ્લાની કોવિડ હોસ્પિટલોમાં 1800થી વધુ બેડ તૈયાર કરવામા આવશે

પાટણ
પાટણ 39

રાજ્યમાં કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવ્યો હતો. ત્યારે કોરોનાની સંભવિત ત્રીજી લહેરની ભીતિને લઇને આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે. ત્યારે પાટણની ધારપુર મેડિકલ હોસ્પિટલ સહિતની તમામ કોવિડ હોસ્પિટલોમાં આગવી તૈયારીઓ કરવામાં આવી રહી છે. આમ ધારપુર મેડિકલ હોસ્પિટલમાં કોરોનાની ત્રીજી લહેરને લઈને કોરોના સંક્રમિત દર્દીઓને સમયસર સારવાર મળી રહે તે માટે પૂરતાં પ્રમાણમાં ઓક્સિજન અને વેન્ટિલેટર સહિતના આઇસીયુ બેડની વ્યવસ્થા સાથે નાના બાળકો માટે તમામ પ્રકારની આરોગ્ય સુવિધા ઉપલબ્ધ બનાવવા અલગથી વિભાગ ઉભો કરવામાં આવનાર છે. આ સિવાય જિલ્લામા આવેલી કોવિડ હોસ્પિટલમાં કેટલા ઓક્સિજન બેડમાં વધારો થઇ શકે છે,કોરોના માટે અલગથી બાળકોનો વિભાગ કઈ રીતે શરૂ થઈ શકે છે,તેમાં કેટલા બેડ રાખી શકાય તેમ છે, વેન્ટિલેટરની ફેસીલીટી બાળકોને કેવી રીતે આપી શકાય,વધારાનો કેટલો ઓક્સિજન જોઈએ અને તેને મેળવવા માટે શું કરી શકાય. આ ઉપરાંત કેટલા ડોક્ટર અને સ્ટાફની જરૂરિયાત રહેશે, દવાઓની કેટલી જરૂરિયાત રહેશે તે તમામ બાબતે ઝીણવટભર્યું આયોજન તંત્ર દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. આ અંગે ધારપુર મેડિકલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટના જણાવ્યા મુજબ પ્રાથમિક તબક્કે 325 ઓક્સિજન બેડની વ્યવસ્થા છે. જેમાં વધારો કરી 575 ઓક્સિજન બેડ તૈયાર કરવાનું આયોજન છે. જેમાંથી 125 ઓક્સિજન બેડ અને 125 આઇસીયુ બેડ તૈયાર કરવામાં આવશે. જ્યારે ઓક્સિજન માટે 13 હજાર લીટરની એક ટેન્કની સાથે એક હજાર લીટરની 6 ટેન્કની સુવિધા હતી, જેને વધારીને નવી એક હજાર લીટરની હવામાંથી મળતાં ઓક્સિજન ટેંક ઉપલબ્ધ બનાવવામાં આવી છે અને 500 લીટરની નવી ટેંક વર્તમાનમા ઉભી કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાત બાળકો માટે 100 બેડનુ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 40 આઇસીયુ બેડ અને 60 ઓક્સિજન બેડ તૈયાર કરવામાં આવશે. જ્યારે ઓક્સિજન પ્લાન્ટને હેન્ડલ કરવા માટે જરૂરી સ્ટાફને તૈયાર કરવામાં આવી રહ્યો છે. આમ વર્તમાનમા પાટણ જિલ્લાની ધારપુર મેડિકલ હોસ્પિટલ,સિદ્ધપુર જનરલ હોસ્પિટલ,રાધનપુર રેફરલ હોસ્પિટલ અને સામુહિક આરોગ્ય કેન્દ્ર મળી એક હજારથી વધુ બેડની વ્યવસ્થા છે. જેમા વધારો કરીને ઓકિસજન સાથેના 1819 બેડની વ્યવસ્થા તેમજ 249 આઇસીયુ સાથેના બેડની તૈયારીઓ કરવામા આવી છે. આ ઉપરાંત જિલ્લામાં ઓકિસજન પ્લાન્ટો પણ મંજુર કરી દેવાયા છે અને નવાં 10 જેટલા ઓક્સિજન પ્લાન્ટના ઓર્ડર આપી દેવાયા છે, જે સપ્ટેમ્બરના પ્રથમ અઠવાડિયામાં તૈયાર થઈ જશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.