ઉત્તર ગુજરાતમાં કોરોના નવી ટોચે, એક દિવસમાં 210 કેસ

પાટણ
પાટણ 37

કોરોનાની બીજી લહેરમાં ઉત્તર ગુજરાત પણ સપડાયું છે. કોરોના જોખમી સ્તરે પહોંચ્યું હોય તેમ રવિવારે એક જ દિવસમાં રેકોર્ડબ્રેક 190 કેસ સામે આવ્યા હતા જ્યારે બીજા દિવસે સોમવારે વધુ 210 કેસ સામે આવતાં ઉત્તર ગુજરાતમાં કોરોના નવી ટોચે પહોંચ્યું છે. સોમવારે ઉત્તરગુજરાતની વાત કરીએ તો સૌથી વધુ મહેસાણા જિલ્લામાં 88, પાટણ જિલ્લામાં 65, બનાસકાંઠા જિલ્લામાં 38 અને સાબરકાંઠા જિલ્લામાં 19 કેસ નોંધાતા કુલ 210 કેસ નોંધાયા હતા. સાબરકાંઠા જિલ્લામાં સોમવારે આવેલા 19 કેસોમાં એક પોલીસકર્મી પણ સંક્રમિત થયો હતો. જ્યારે અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના મામલતદાર કચેરીમાં ઇ-ધરા કેન્દ્રના બે કર્મીઓ અને ભિલોડામાં પુરવઠા નાયબ મામલતદાર પણ સંક્રમિત થતાં કચેરીને સેનેટાઇઝ કરવાની કામગીરી કરવા રજૂઆત કરાઇ હતી. સાબરકાંઠા જિલ્લામાં 7 ખાનગી કોવિડ હોસ્પિટલોમાંથી 6 હોસ્પિટલો પેક થઇ ગઇ છે. જ્યારે હિંમતનગર સિવિલ અને ઇડર સબ ડિસ્ટ્રીકટ અને ખેડબ્રહ્મા સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં બેડ ખાલી છે. 7 કોવિડ હોસ્પિટલોમાં 203 દર્દી સારવાર લઇ રહ્યા છે જીવન રક્ષક ગણાતા રેમડેસીવીર માત્ર 198 ડોઝ ઉપલબ્ધ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.