પાટણ યુની.માં મુન્નાભાઈ MBBSને પાસ કરવાનું કાવતરું

પાટણ
પાટણ

રખેવાળ ન્યુઝ પાલનપુર : હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં મુન્નાભાઈ એમ.બી. બી.એસ.કૌભાંડ બહાર આવતા ખળભળાટ મચી ગયો છે. ત્યારે આ કૌભાંડના ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકામાં શાસક પક્ષના મહિલા નેતાના પુત્રની સંડોવણી બહાર આવતા જ પાલનપુર સહિત બનાસકાંઠા જિલ્લા ભાજપમાં ભૂકંપ સર્જાયો છે.ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં એમ.બી. બી.એસ.માં રીએસસમેન્ટમાં નાપાસ થયેલા ધારપુર મેડિકલ કોલેજના ૩ વિધાર્થીઓની ઉત્તરવહી બદલી તેઓને પાસ કરાયા હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. જેમાં પરીક્ષા નંબર ૩૯૨ પર પાર્થ અશોકભાઈ મહેશ્વરીની પણ સંડોવણી બહાર આવતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. આ પ્રકરણને લઈને ભાજપના મહિલા નેતાએ નૈતિકતાના ધોરણે તાકીદે રાજીનામું ધરી દેવું જાેઈએ તેવી માંગ જાેર પકડી રહી છે. પાર્થ અશોકભાઈ મહેશ્વરીએ પાલનપુર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ એવમ જિલ્લા ભાજપના પૂર્વ મંત્રી અને વર્તમાનમાં પાલિકાના શાસક પક્ષના નેતા હર્ષાબેન મહેશ્વરી અને અશોકભાઈ (ભુટ્ટો)નો પુત્ર છે. આમ, મેડિકલના અભ્યાસમાં પણ ગેરરીતિ આચરી મુન્નાભાઈ એમ.બી.બી.એસ. બનવા જઈ રહેલા ભાજપી નેતાના પુત્રની સંડોવણીને પગલે આ કૌભાંડમાં તટસ્થ તપાસ થાય તો અનેક મોટા માથાઓના પગ નીચે રેલો આવે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.