પાટણમાં મોંઘવારી મુદ્દે કોંગ્રેસનો વિરોધ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીના અગ્રણી જગદીશ ઠાકોર આદેશ અનુસાર વર્તમાન ભાજપ સરકારના શાસનમાં જીએસટી, પેટ્રોલ, ડીઝલ, ગેસ અને મોંઘવારીના મુદ્દે રાજ્ય વ્યાપી પ્રતીક ધારણાંનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો.
જેમાં પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા શુક્રવારે પાટણ સિદ્ધપુર ચોકડી પાસે આવેલા કોંગ્રેસ કાર્યાલય નજીક પાટણ જિલ્લા કોંગ્રેસ દ્વારા જિલ્લા પ્રમુખ શંકરજી ઠાકોરની ઉપસ્થિતીમાં પ્રતીક ધરણાંનો કાર્યક્રમ યોજાયો હતો અને ભાજપ વિરોધ સૂત્રોચ્ચાર કર્યા હતા.