પાટણમાં કૉંગ્રેસના ઉમેદવારો કિરીટ પટેલે રોડ શો યોજ્યો

પાટણ
પાટણ

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના મતદાનમાં આજે પ્રચારનો અંતિમ દિવસ છે, ત્યારે પાટણ વિધાનસભા બેઠકમાં કોગ્રેસના ઉમેદવાર કિરીટ પટેલના સમર્થનમાં ભવ્ય મહા રોડ શો આયોજન કરવામાં આવ્યું છે.

બીજા તબક્કા નું આજે પ્રચાર માટે આજે છેલ્લો દિવસ છે ત્યારે પાટણના ઉમેદવાર દ્વારા આજે પ્રગતિ મેદાન ખાતે થી ભવ્ય રોડ શો નીકળ્યો હતો.કાર ઉપર બેસી ઉમેદવાર કિરીટ પટેલ લોકો નું અભિવાદન ઝીલ્યું હતું. રૂટ પર આવતા મહાનુભાવો ની પ્રતિમાને માલ્યાર્પણ કર્યું હતું. ડીજે ના તાલે નીકળેલ રોડ શો પ્રગતિ મેદાન થઈ રેલવે સ્ટેશન, બગવાડા,હિંગળાચાચર,ત્રણ દરવાજા, વિઠ્ઠલચેમ્બર, મામલતદાર કચેરી મોતિશા દરવાજા,બલીયાપાડો,રાજકાવાડ,ઇકબાલચોક,

ટાંકવાડો,નીલમ સિનેમા,જુનાગંજ બજાર,કડવા પાટીદાર વાડી, સુભાષચોક, જલારામમંદિર, ટેલિફોનએક્સચેન્જ, લીલીવાડી,નવાગંજ, અંબાજી નેળયું,હશાપુર, ઊંઝાત્રણ રસ્તા,વાળી નાથ ચોક,ટીબી ત્રણ રસ્તા વિસ્તારમાં ફરી કિરીટ પટેલ કાર્યાલય સંપન્ન થયો હતો.કોગ્રેસ ના ઉમેદવાર કિરીટ પટેલના રોડ શોમાં મોટી સંખ્યામાં કોગ્રેસ ના કાર્યકર્તાઓએ સમર્થકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.