
પાટણના ગણેશવાડી ખાતે યોજાયેલા ગણેશોત્સવનું સમાપન
પાટણ શહેરના ગણેશવાડી ખાતે દેશના સૌથી જૂના સાર્વજનિક ગણેશ મહોત્સવની પૂણાહૂતિ કરવામાં આવી હતી. જેમાં ગણેશજીની માટીની પ્રતિમાને ગજાનન મંડળી ભદ્ર પાટણ દ્વારા ઉજવવામાં આવેલા 146માં ગણેશોત્સવનું ગણેશજીની મૃણમય (માટીની) મૂર્તિના ગણેશ વાડી ખાતે વિસર્જન કરી ગણેશ ઉત્સવનું સમાપન કરાયું હતું.ગજાનન મંડળી ભદ્ર પાટણ દ્વારા આયોજિત 146માં ગણેશોત્સવ દરમિયાન 11 દિવસ પૂજન અર્ચન કરી ગણેશજીની પ્રથિવ મૃણમય મૂર્તિ (માટીની)ની વિસર્જન વિધિ કરવામાં આવી હતી અને સાંજે ગણેશ વાડી, ભદ્ર, પાટણ ખાતે જલકુંડમાં શ્રીજીની મૂર્તિનું વિસર્જન કરી વિદાય આપવામાં આવી હતી.આજ માટીના કણમાંથી 147માંં ગણેશ મહોત્સવમાં ગણેશજીની માટી ની મૂર્તિ બનાવવા આવશે.
ગણેશ વિસર્જન પહેલા ગણેશજીની ભકિતભાવ પૂર્વક આરતી ઉતારવામાં આવી હતી ત્યારબાદ ધાર્મિક વિધિ વિધાનથી ગણેશજીના વિસર્જન પૂર્વે ગણેશજીની મંડળી માં ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ગણેશ વાડી ખાતે ગણેશજીની શોભાયાત્રા સ્વરુપે પ્રદક્ષિણા કરાવી મોટા તપેલામાં પાણીથી ભર્યાં બાદ તેમાં ગુલાબની પંખુડીઓમાં ગણેશજીનું શાસ્ત્રોકત વિધિ વિધાન તેમજ આસ્થાપૂર્વક વિસર્જન કરવામાં આવ્યું હતું.ગણેશજીના વિસર્જન કાર્યક્રમમાં મહારાષ્ટ્રીન પરિવાર ના સભ્યો ,બહેનો અને ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને ગણેશજીને પ્રાર્થના સાથે ભાવભીની વિદાય આપી જલકુંડમાં ગણેશ વાડી ભદ્ર ખાતે ગણપતિ બાપ્પા મોરયા, પુઢચ્યા વર્ષી લૌકર યાના નાદ સાથે વિસર્જન કરવામાં આવી હતી.આમ 146માં ગણેશોત્સવની પૂણાહૂતિ કરવામાં આવી હતી. નવા વર્ષમાં 147માં વર્ષેનો ગણેશોત્સવ આનંદ ઉલ્લાસ સાથે ધાર્મિક અને શાસ્ત્રોક્ત પદ્ઘતિથી ઉજવવાના નીધર સાથે સંકલ્પ કરવામાં આવ્યો હતો. તેવું ગજાનન મંડળીના અધ્યક્ષ સુરેશભાઈ દેશમુખ અને મેનેજિંગ ટ્રસ્ટી સુનિલ પાગેદારએ જણાવ્યું હતું.