
ચાણસ્મામાં મહિલાને ખરાબ નજરે જોનારને પતિએ ઠપકો આપતાં સામેવાળાએ હુમલો કરતા ફરિયાદ
ચાણસ્મા પંથક એક મહિલાને ખરાબ નજરથી જોતા ને મશ્કરી કરનારા વ્યક્તિને તેનાં પતિએ ઠપકો આપવા જતાં એ શખ્સે મહિલાનાં પતિને ગાળો બોલતાં પતિએ તેને લાફો મારતાં એ શખ્સ સહિત ચાર જણાએ ઠપકો આપનારને લાકડી, હાંસી, તથા તેની પત્નિને પણ લાકડી મારી હતી. આ અંગે પોલીસે ગુનો નોંધ્યો હતો.
આ અંગેની વિગતો એવી છે કે, ચાણસ્મામાં રહેતી એક પરિણીતા ઘરની બહાર વાસણ ધોતી હતી. ત્યારે પોતાનાં પતિને કહેલ કે, આપણા ઘરની સામે રહેતો રખેશ મારી સામે ખરાબ નજરથી જુએ છે. તેથી પતિએ તેને ઠપકો આપવા જતાં સામેવાળાઓએ મહિલાનાં પતિને ગાળો બોલતાં પતિએ તેને લાફો મારતાં એ શખ્સ સહિત ચાર જણાએ મહિલાના પતિને લાકડી, હાંસી, તથા તેની પત્નિને પણ લાકડી મારી હતી. ઇજા થતાં તેમને પાટણની ધારપુર સિવિલમાં સારવાર માટે ખસેડાયા હતાં.આ અંગે પોલીસે ગુનો નોંધ્યો હતો.