આર્મ એક્ટનાં ગુનામાં છ વર્ષથી સરસ્વતિ કોર્ટમાં મુદ્દતે હાજર ન રહેતાં આરોપીઓ સામે ફરિયાદ

પાટણ
પાટણ

સરસ્વતિ તાલુકાની કોર્ટમાં ચાલતા એક કેસનાં બે આરોપીઓ જે તે વખતે જામીન ઉપર છૂટ્યા બાદ હાલમાં તેમની સામે ચાલતી કાનુની કાર્યવાહીમાં મુદ્દતે હાજર રહેતાં ન હોવાથી તેમની તથા તેમનાં જામીનદારો સામે કોર્ટ દ્વારા વારંવાર સમન્સ વોરંટ ઈસ્યુ કરવામાં આવ્યાં હતા. છતાં આ બંને આરોપી કે તેમનાં જામીનદારોની પોલીસ દ્વારા શોધખોળ કરવા છતાં પણ મળી આવતાં ન હોવાથી આરોપીઓ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

છેલ્લા છ વર્ષથી અદાલત સમક્ષ હાજર ન રહ્યા હોવાથી આરોપીઓ તેમની સામેના કેસની ટ્રાયલથી બચવા માટે પોતાની જાતને કોઇ અજાણ્યા સ્થળે છુપાવી દીધા હોવાનું પોલીસની શોધખોળ દરમિયાન જણાઇ આવતાં ગુનાની ગંભીરતા અને આરોપીઓનાં વર્તન તેમજ મુળ ફરિયાદી આજદિન સુધી ન્યાયથી વંચિત રહેલા હોવાથી આરોપીઓ સામે સરસ્વતિ કોર્ટનાં મેજિસ્ટ્રેટ એસ.એસ. જાનીએ આ બંને આરોપી સામે ફરિયાદ નોંધવા માટે સરસ્વતિ કોર્ટનાં આસિસ્ટન્ટને ફરિયાદ નોંધાવવા માટે હુકમ કર્યો હતો. જેથી કોર્ટના આસિસ્ટન્ટ વિષ્ણુભાઇ રબારીએ સરસ્વતિ પોલીસ મથકે ફરિયાદ દાખલ કરતાં પોલીસે આરોપીઓ સાજનખાન જુમ્મેખાન પઠાણ તથા અબ્બાસખાન મીસરીખાન પઠાણ સામે આઇ.પી.સી. 229 (એ) મુજબ ગુનો નોંધ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.