
પાટણ નગરપાલિકાના પ્રમુખના અઘ્યક્ષ સ્થાને રાણકી વાવ પર સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું
સ્વચ્છતા એજ સેવા’ અભિયાન હેઠળ રાજ્યવ્યાપી આયોજનોના ભાગરૂપે પાટણ જિલ્લામાં વિવિધ સ્વચ્છતાલક્ષી પ્રવૃત્તિઓ યોજવામાં આવી રહી છે. રાજ્યમાં બે માસ સુધી ચાલનારા “ સ્વચ્છતા હી સેવા” અભિયાન હેઠળ તા.16 ઓક્ટોબર થી તા.21 ઓક્ટોબર સુધી નિર્ધારિત પ્રવૃત્તિ અનુસાર ગ્રામ્ય વિસ્તારનાં તમામ મ્યુઝિયમ, હેરિટેજ બિલ્ડીંગ, પુરાતત્વીય સાઇટ, મહાપુરષોની પ્રતિમા, નદી, તળાવ, પાણીનાં સ્ત્રોતો, સર્મુંદ્ર કિનારાની સફાઇની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જે અંતર્ગત નગરપાલિકાના પ્રમુખ હિરલબેનના અઘ્યક્ષસ્થાને રાણકી વાવ અને તેની આસપાસના જાહેર સ્થળો પર સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
“સ્વચ્છતા હી સેવા” અભિયાન અંતર્ગત નગરપાલિકાના પ્રમુખ હિરલબેન, નગરપાલિકા ઉપપ્રમુખ હીનાબેન શાહ, નગરપાલિકાની ટીમ સફાઈ અભિયાનમાં જોડાઇ હતી. આજે વર્લ્ડ હેરિટેજ સાઈટ રાણકી વાવની સામૂહિક સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. “સ્વચ્છતા હી સેવા” અભિયાન અંતર્ગત નગરપાલિકાના પ્રમુખ હિરલબેને જણાવ્યું હતું કે વડા પ્રધાન ના નેતૃત્વમાં “સ્વચ્છતા હી સેવા” અંતર્ગત આજે નગરપાલિકા દ્વારા રાણકી વાવ ખાતે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.અગામી બે મહિના સુધી ચાલનારા રાજ્યવ્યાપી “સ્વચ્છતા હી સેવા” અભિયાનમાં શકય એટલા તમામ લોકોની ભાગીદારી થાય, બધાં લોકોને સ્વચ્છતાલક્ષી પ્રયત્નો કરવા આગ્રહ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે. આ અભિયાનથી ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં અગામી બે માસમાં દરેક દિવસે નવીન પ્રવૃતિઓનું આયોજન જીલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યું છે.