વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોમાં ગટર-નાળાની સફાઈ, દવાનો છંટકાવ અને ભરાયેલ પાણીના નિકાલની કામગીરી
દેથળી ચાર રસ્તા અને ફુલપરા વિસ્તારમાં સાફ સફાઈ અભિયાન હાથ ધરાયું: પાટણ જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે જિલ્લા વહીવટીતંત્ર સજ્જ બન્યું છે. જિલ્લામાં જ્યારે છેલ્લા કેટલાંક દિવસથી પડતાં વરસાદ બાદ હવે વરસાદ શાંત થતા નગરપાલિકા તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. સિદ્ધપુર નગરપાલિકા તંત્ર દ્વારા હાલમાં શહેરના વિવિધ વિસ્તારોમાં સાફ સફાઈ અભિયાનની સાથે સાથે અન્ય કામગીરી હાથ ધરવામાં આવી છે.
સિદ્ધપુર નગરપાલિકા દ્વારા વરસાદ પછી સફાઈ ઝુંબેશ, ક્લોરીનેશન, ફોગીંગ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે. જે અનુસંધાને શહેરના ફુલપરા વિસ્તાર અને દેથળી ચાર રસ્તા પાસે સાફ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતુ. સાથે સાથે ફોગીંગ અને ડસ્ટીંગની કામગીરી પણ પાલિકા દ્વારા હાથ ધરવામાં આવી હોવાનું પાલિકા ના સુત્રોએ જણાવ્યું હતું.