ચાણસ્માના ધારાસભ્યની આગેવાનીમાં શહેર કોંગ્રેસ સમિતિએ રેલી કાઢી ચીફ ઓફિસરને રજૂઆત કરી

પાટણ
પાટણ

હારીજ પાલિકા વિજબીલના નાણાં ભરી શકી નહી હોઈ છેલ્લા એક સપ્તાહથી અડધા ઉપરાંત સ્ટ્રીટ લાઇટો બંધ છે. ગામમાં જુદા જુદા વિસ્તારોમાં રોજબરોજ ભૂર્ગભ ગટરો ઊભરાવવાના કારણે ગંદકી સર્જાય છે. તેવા કારણે અનેક વાર લોકો બીમાર પડ્યાં હોવાના બનાવી પણ સામે આવી ચુક્યાં છે.

મોટા રોગચાળા ફેલાવવાની પણ શક્યતાઓ રહેલી છે. બીજી તરફ લોખો રૂપિયાના ખર્ચે નાખેલ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. પરંતુ એક પણ કેમેરો ચાલુ હાલતમાં નથી. શહેરમાં ત્રણ ટ્યુબવેલ બંધ હાલતમાં પડ્યાં છે. જેમાં મીલપરાવાળો ટ્યુબવેલ 3 વર્ષથી પહેલા નવીન બનાવ્યો છે. છતાં આજદિન સુધી ચાલુ કરવામાં આવ્યો નથી. તમામ પ્રશ્નોને લઈ ચાણસ્મા વિધાનસભાના ધારાસભ્ય દિનેશજી ઠાકોરની આગેવાની હેઠળ શહેર કોંગ્રેસ જ પ્રમુખ મુકુંદભાઈ પટેલ, ડૉ. ભગવાનભાઈ પટેલ કોંગ્રેસના અગ્રણી નંદુભાઈ મહેતા, પ્રવીણજી ધ ઠાકોર, લીલાજી ઠાકોર. નીલેશભાઈ ઠાકર અમિતભાઈ મહેતા દ્વારા હાઈવે ચાર રસ્તાથી

હારીજ નગર પાલિકા સુધી રેલીનું આયોજન કરી ચીફ ઓફિસરનઆવેદન પત્ર આપી જણાવતાં કહ્યું હતું કે સ્ટ્રીટ લાઈટો ચાર દિવસમાં ચાલુ નહીં કરવામાં આવે તો પાલિકાની સામે ભૂખ હડતાલ પર ઉતરી રેલીમાં સાથે રાખેલા બેનરો નગર પાલીકાની બિલ્ડિંગ ઉપર લગાવી દેવામાં આવ્યા હતા.

હારીજ પાલિકાના કોર્પોરેટ પ્રફુલભાઈના જણાવ્યા મુજબ હારીજ નગર પાલીકાનો જન્મ થયો ત્યારથી આજદિન સુધી ભાજપનું શાસન રહ્યું છે. હારીજ નગર પાલીકા દિવસે દિવસે દેવામાં ગરકાવ થઈ રહી છે અને સત્તાધીશો ભ્રષ્ટાચાર કરીને કરોડપતિ થઈ રહ્યાં છે. હારીજ નગરના લોકોમાં ગણગણાટ મુજબ ગત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારને અપેક્ષા કરતાં સારું જન સર્મથન મળતાં સત્તાધારી પક્ષ હારીજ નગરનાં લોકો સાથે રાજકિય કિન્નાખોરી વાળું વર્તન કરતું હોવાનું યુજીવીસીએલના નાણાંની કડક વસુલાત હવે કેમ થઈ રહી છે? તેવી ચર્ચા જાગી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.