મુખ્ય જિલ્લા અને સત્ર ન્યાયાધિશના હસ્તે ચાણસ્મા સિવિલ કોર્ટના નવીન સંકુલનો શિલાન્યાસ સમારોહ યોજાયો

પાટણ
પાટણ

રખેવાળ ન્યુઝ પાટણ
ચાણસ્મા શહેરમાં આવેલા સિવિલ કોર્ટ સંકુલની સામેના પ્રાંગણમાં મુખ્ય જિલ્લા અને સત્ર ન્યાયાધિશ કુ.નિપાબેન રાવલના હસ્તે નવીન સિવિલ કોર્ટના શિલાન્યાસનો સમારોહ સંપન્ન થયો. પાટણ જિલ્લા અદાલત દ્વારા જમીનની માંગણી અન્વયે ફાળવવામાં આવેલી ૬,૦૭૬ ચો.મી.જગ્યામાં આગામી સમયમાં નવીન કોર્ટ સંકુલ તૈયાર કરવામાં આવશે.

ભૂમિપૂજન અને શિલાન્યાસ વિધી બાદ પ્રાસંગીક ઉદ્‌બોધન કરતાં મુખ્ય જિલ્લા અને સત્ર ન્યાયાધિશશ્રી કુ.નિપાબેન રાવલે જણાવ્યું કે, ચાણસ્મા અદાલતનો ઈતિહાસ ઘણો જૂનો છે. ૧૦૩ વર્ષ કરતાં વધુ જૂનું સિવિલ કોર્ટ બિલ્ડિંગ અહીંના સાચા અને ઝડપી ન્યાયનું સાક્ષી રહેલું છે. સર્વોચ્ચ અદાલત, વડી અદાલત અને રાજ્ય સરકાર છેવાડાના માનવીને ઝડપી ન્યાય મળી રહે તે માટે શ્રેષ્ઠ આયોજન કર્યું છે. સરકારના તમામ વિભાગોથી લઈ સામાન્ય નાગરીકોના સહયોગથી અહીં નિર્માણ પામનાર નવા કોર્ટ બિલ્ડિંગમાં સાચો અને ત્વરિત ન્યાય મળશે.

ચાણસ્મા સિવિલ કોર્ટના મુખ્ય ન્યાયાધિશ અર્જૂન સિંઘે સ્વાગત પ્રવચન કરી ચાણસ્મા કોર્ટના નવીન બિલ્ડિંગના નિર્માણ માટે નવીન કોર્ટના બાંધકામ માટે જમીનની દરખાસ્તથી લઈ મંજૂરી પ્રક્રિયા માટે સહયોગ આપનાર પૂર્વ ન્યાયાધિશો, બાર એસોશિએશન તથા સરકારી વિભાગોનો આભાર વ્યક્ત કર્યો હતો.

ઈ.સ.૧૯૧૭માં નિર્માણ પામેલ ચાણસ્મા સિવિલ કોર્ટનું સંકુલ જર્જરીત થઈ જતાં પાટણ જિલ્લા અદાલત દ્વારા જમીનની માંગણી અન્વયે જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા ફાળવવામાં આવેલી ૬,૦૭૬ ચો.મી. જગ્યામાં અંદાજીત રૂ.૦૬.૬૩ કરોડના ખર્ચે ઈન્ટરનલ રોડ, રેઈન વૉટર હાર્વેસ્ટીંગ સિસ્ટમ, પાર્કિંગ, કમ્પાઉન્ડ વૉલ, ફાયર ફાઈટીંગ, પમ્પ રૂમ તથા સ્ટેઈર કેબીન જેવી આધુનિક સવલતો સાથે બે માળના બિલ્ડિંગનું ૨૨૫૬.૮૩ ચો.મી. બાંધકામ ટૂંક સમયમાં શરૂ કરી દેવામાં આવશે.આ પ્રસંગે પાટણ ફેમિલિ કોર્ટના પ્રિન્સિપલ ફેમિલી જજ એમ.એસ.બ્રહ્મભટ્ટ, એડીશનલ ડિસ્ટ્રીક્ટ જજ કુ.કે.આર. પ્રજાપતિ, એડીશનલ ડિસ્ટ્રીક્ટ જજ એ.કે.શાહ, સિવિલ જજો, ચિફ જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટ, ચાણસ્મા બાર એસોશિએશનના પ્રમુખ આર.એમ.પટેલ, માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર બટુકભાઈ ત્રિવેદી, બાર એસોશિએશનના હોદ્દોદારઓ, વકીલઓ તથા કોર્ટના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.