
ચાણસ્મા પોલીસે ચોરીના બાઇક સાથે એક ઇસમને ઝડપી લીધો
સમગ્ર ગુજરાત રાજ્યમાં બાઇક ચોરીનો સીલસીલો યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે ચાણસ્મા તાલુકાના ધીણોજ ગામ પાસે થી ચાણસ્મા પોલીસે વધુ એક ચોરીના મોટર સાયકલ સાથે એક ઇસમને ઝડપી લીધો હતો. જેમાં તેની વધુ પુછપરછ કરવામાં આવતાં તેણે મહેસાણા જિલ્લામાંથી અન્ય ત્રણ મોટર સાયકલ ચોરી કર્યાની કબુલાત કરી હતી.
પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળતી વિગતો મુજબ ચાણસ્મા પોલીસને મળેલ બાતમીને આધારે ચાણસ્મા પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતાં. તે દરમિયાન મળેલી બાતમી મુજબ ચાણસ્મા તાલુકાના ધીણોજ ગામે બસ સ્ટેન્ડ પાસે એક ઇસમ સફેદ કલર ની સ્પ્લેન્ડર બાઇક લઇને ઉભો હોવાની માહિતી મળતાં જ પોલીસ દ્વારા ઉભેલ ઇસમ ભરતભાઈ ત્રિકમભાઈ રાવળ ઉ.વ.23 ધીણોજ,રબારી વાસ વાળા ની પુછપરછ કરતાં મહેસાણા જિલ્લાના ત્રણ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી બાઈક ચોરી કર્યાની કબુલાત કરી હતી.ત્યારબાદ ઉપરોક્ત ઇસમને ઝડપી લીધો હતો. તેમજ વધુ તપાસ હાથ ધરી હતી