
ચાણસ્મામાં ક્ષત્રિય ઠાકોર સમાજના યુવાનો દ્વારા લાયબ્રેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું
રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારની મોટાભાગની ભરતીઓ પરીક્ષાઓ મારફતે થઈ રહી છે.ત્યારે વિવિધ સમાજના લોકો દ્વારા સમાજના યુવાનો સરકારી નોકરી માટે પરીક્ષાની પૂર્વ તૈયારીઓ કરી શકે તે માટે કોચિંગ ક્લાસ તેમજ વાંચન માટે લાઇબ્રેરી સહિતની સુવિધાઓ ઉભી કરવામાં લાગ્યા છે.ત્યારે ચાણસ્મા ખાતે ચાણસ્મા તાલુકા ક્ષત્રિય ઠાકોર સમાજના યુવાનો દ્વારા વિવિધ દાતાઓના સહયોગથી સદારામ લાઇબ્રેરીના બેનર નીચે લાઇબ્રેરી શરૂ કરવામાં આવતા વસંતપંચમીના દિવસે સદારામ બાપુના શિષ્ય દાસબાપુની નિશ્રામાં તેમજ પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપકુમાર ઠાકોરની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ઉપસ્થિત સદારામ બાપુના શિષ્ય દાસબાપુએ તેમાં જણાવ્યું હતું કે સમાજ નિરોગી બને વ્યસનમુક્ત બની ફરી શિક્ષિત બને અને આ જવાબદારી સંતો સમાજ અને પરિવારની છે.ત્યારે આ પ્રસંગે ડો.બી.સી રાઠોડ ડાયરેક્ટર અક્ષર એકેડેમી,મેઘુભા ઝાલા નિવૃત ડીવાયએસપી,વિક્રમજી ઠાકોર જિલ્લા સદસ્ય ચાણસ્મા તાલુકા,ઠાકોર સેનાના અધ્યક્ષ રમણજી ઠાકોર સહિત સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.