ખોરસમ નજીક નર્મદાની કેનાલમાં ચાણસ્માની મા દીકરી એ નાની ભાણી સાથે મોતની છલાંગ લગાવી

પાટણ
પાટણ 131

ચાણસ્મા પાસેના ખોરસમ થી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં ગુરૂવારના રોજ બપોરે દોઢ વાગ્યાના અરસામાં ચાણસ્મા ની યુવતીએ પોતાની પુત્રી અને માસુમ ભાણી સાથે અગમ્ય કારણોસર મોત ની છલાંગ લગાવી હોવાના સમાચાર ને પગલે પંથકમા અરેરાટી વ્યાપી જવા પામી હતી આ બનાવની ખોરસમ ના એક વ્યક્તિ પોતાની ગાડી લઈને ત્યાંથી પસાર થઇ રહ્યા હતા ત્યારે તેમણે કોઈ કેનાલમાં ડુબતું હોય તેવું નજરે પડતાં નીચે ઉતરીને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ ત્યાં સુધીમાં તો ત્રણેય જણા પાણીમાં ડૂબી ગયા હતા અને બાજુમાં એકટીવા પડ્યું હતું તેના પરથી તેમણે અનુમાન લગાવ્યુ હતું કે ત્રણેય જણાં આ એકટીવા ઉપર આવ્યા હશે જેની જાણ આજુબાજુના ખેડૂતોને કરતા ભોગ બનનાર ત્રણેય ચાણસ્માના હોવાનું એકટીવા માં રહેલા કાગળો ઉપરથી જાણવા મળતાં ચાણસ્મા પોલીસનો સંપર્ક કરાયો હતો ત્યારબાદ ભોગ બનનાર ના વાલીવારસોને જાણ કરાતા ભોગ બનનાર ના પરિવારજનો ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને વિલોપાત કરતાં વાતાવરણ માં ગમગીની છવાઇ જવા પામી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.