
પાટણ શહેરના જૂના ગંજ બજારમાં શહેર ભાજપ દ્વારા ગણેશોત્સવની ઉજવણી
પાટણ શહેર ભાજપ દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ શહેરના જુના ગંજ બજાર ખાતે ‘પાટણ કા રાજા’ ગણપતિ ઉત્સવનું ભક્તિ સભર માહોલમાં આયોજન કરવામાં આવ્યું છે. ગણેશચતુર્થીનાં પાવન દિવસે પાટણ શહેરના જુના બસ સ્ટેન્ડ સામે આવેલા લક્ષ્મી નગરમાં રહેતા યજમાન પરિવાર ગાયનેક ડો.નિતિન પટેલનાં નિવાસ સ્થાનેથી પાટણ કા રાજાની ભક્તિ સભર માહોલમાં શોભાયાત્રા કાઢવામાં નીકળી હતી
જુનાગંજ બજાર ખાતે પાટણ કા રાજા ની સ્થાપના બાદ 5 દિવાસ અલગ અલગ કાર્યક્રમ કરવામાં આવે છે જેમાં આનંદ ગરબા ,ગરબા રાસ સહિત ભજન કીર્તન કરવામાં આવે છે અને 5માં દિવસે નદી માં વિસર્જન કરવામાં આવે આવે છે. ભાજપના કાર્યકર્તાઓ દ્વારા મહા આરતી સાથે પુજન અર્ચન કરે છે ગણેશજી નાં આશિર્વાદ મેળવી ધન્યતા અનુભવે છે.