પોષણ માસ અંતર્ગત આઈ.સી.ડી.એસ. વિભાગ દ્વારા કિશોરીઓ, સગર્ભા અને ધાત્રી માતાઓને આઈ.એફ.એ. ટેબ્લેટનું વિતરણ

પાટણ
પાટણ

રખેવાળ ન્યુઝ પાટણ  : પોષણ માસ-૨૦૨૦ અંતર્ગત આઈ.સી. ડી.એસ. વિભાગના આંગણવાડી કાર્યકરો દ્વારા કિશોરીઓ,સગર્ભા મહિલાઓ અને ધાત્રી માતાઓની ગૃહ મુલાકાત કરી આયર્ન ફોલિક એસિડની ટેબ્લેટ્‌સનું વિતરણ કરવામાં આવ્યું હતું. હિમોગ્લોબિનની ઉણપ દૂર કરી એનિમિયા રોગના નિવારણ માટે યોગ્ય ખોરાક અંગેનું માર્ગદર્શન આપવા ઉપરાંત પોષણવાટિકા પત્રિકાનું વિતરણ કરી ઋતુગત શાકભાજી ઘર આંગણે ઉગાડી તેની યોગ્ય કાળજી અને તેના થકી પોષણયુક્ત આહાર તૈયાર કરવા અંગે માહિતી આપવામાં આવી. સાથે જ કોરોના વાયરસના ચેપ નિવારણ અને નિયંત્રણના પગલા અંતર્ગત ફેસ માસ્ક અને સેનેટાઈઝર તથા હેન્ડવૉશના ઉપયોગ અંગે જરૂરી સમજૂતી આપી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.