સાંતલપુરની બજારોમાં લમ્પી વાયરસનો શિકાર બનેલા પશુઓ ખુલ્લેઆમ રખડતાં જોવા મળ્યા

પાટણ
પાટણ

પાટણ જિલ્લા પશુપાલન વિભાગના ધ્યાનમાં આવતાં તેઓ દ્વારા તાત્કાલિક ધોરણે આવા પશુઓને બજારમાંથી ખસેડી તેઓને વાડામાં સેઈફ કરી તેની સારવાર માટે તાલુકા વિકાસ અધિકારી, ગ્રામપંચાયત અને પોલીસ તંત્રને સુચના આપી કાયૅવાહી કરવા આદેશ આપી સ્થળ તપાસ માટે ટીમ સાંતલપુર રવાના કરવામાં આવી હોવાનું પાટણ જિલ્લા પશુપાલન અધીકારી ડો પરમારે જણાવ્યું હતું. સાંતલપુર પંથકમાં લમ્પી વાયરસવાળા પશુઓ સોમવારે બજારમાં ખૂલ્લેઆમ રઝળતા જોવા મળ્યા હતા. જાહેર બજારમાં રખડી રહેલા લમ્પી વાયરસ ગ્રસ્ત પશુઓથી અન્ય પશુઓમાં સંક્રમણ ફેલાય તેવી દહેશત પશુપાલનોમાં પ્રબળ બનવા પામી છે.

પાટણ જિલ્લામાં અત્યાર સુધીમાં 90થી વધુ પશુઓ લમ્પી વાયરસમા સપડાયા છે. સૌથી વધુ લમ્પી વાયરસના કેસો સાંતલપુર તાલુકામાં નોંધાયા છે.ત્યારે સોમવારના રોજ સવારથી જ શહેરના બજાર માર્ગો પર લમ્પી વાયરસનો શિકાર બનેલા પશુઓ રખડતા જોવા મળતા તંત્રની બેદરકારી સામે આવી છે. જોકે, હજુ સુધી પાટણ જિલ્લામાં એક પણ પશુનું લમ્પી સંક્રમણનાં કારણે મોત નિપજ્યું ન હોય છતાં બજારમાં રખડતા જોવા મળી રહેલાં લમ્પી વાયરસનો શિકાર બનેલા પશુઓ દ્વારા અન્ય પશુઓમાં આ રોગ ફેલાય તેવી ભીતિ સેવાઈ રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.