પાટણ વિધાનસભાની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે સંપન્ન બનતાં ફરજ પર તૈનાત બીએસએફ જવાનોએ વિદાય લીધી..

પાટણ
પાટણ

પાટણ જિલ્લા માં વિધાનસભા ની ચુંટણી દરમિયાન કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે તે માટે તારીખ..2/12/2022/થી/10/12/2022 નાં સમય દરમિયાન પાટણ જિલ્લા ની ચારેય બેઠકો પર અલગ અલગ રાજ્યો માથી બંદોબસ્ત માટે બીએસએફ નાં જવાનોને ફરજ સોંપવામાં આવી હતી.

18- પાટણ વિધાનસભા બેઠક પર ફરજ સોંપવામાં આવેલ બીએસએફ બટાલીયન ટીમ નં.172 નાં 160 જેટલા બીએસએફ જવાનો ને ફરજ પર તૈનાત કરવામાં આવ્યા હતા. ત્યારે આ જવાનોને રહેવા જમવાની સાથે તમામ પ્રકારની સુવિધાઓ પાટણના
નોરતાતીર્થ ધામ ના સંત શ્રી દોલતરામજી બાપુ ના આશ્રમ મા ઉતારો આપવા આવ્યો હતો.

બીએસએફ 160 જેટલા જવાનો ને ચુંટણી દરમિયાન કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે માટે નોરતા ધામના સંત શિરોમણી પ પૂ શ્રી દોલતરામ બાપુ એ પોતાના પરિવાર અને અનુઆયીઓએ તમામ પ્રકારની સુંદર વ્યવસ્થા ઉપલબ્ધ બનાવી હતી.

પાટણ વિધાનસભા બેઠક પર શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન બન્યા બાદ પોતાની પ્રસંસનિય ફરજ બજાવી વિદાય લઈ રહેલા બીએસએફના જવાનો એ નોરતધામ નાં સંત શ્રી દોલતરામ બાપુ અને તેમના પરિવારજનો સહિત અનુયાયીઓ દ્વારા પુરી પાડવામાં આવેલ સુવિધાઓ બદલ વિદાય લઈ રહેલા જવાનો એ આભાર વ્યક્ત કર્યો હતો.

પાટણ વિધાનસભા બેઠક પર ખાસ ફરજ સોંપવામાં આવેલાં 160 આર્મી ના જવાનો ને શ્રી દોલતરામજી મહારાજ સહિત આશ્રમ પરિવારે હૃદય પૂર્વક ખુબજ અંતર થી આશીર્વાદ આપી ભારત માતાકી જય, વંદે માતરમ ના નારા સાથે હુંફાળું વિદાયમાન આપતા બીએસ એફ નાં જવાનો પણ ભાવુક બન્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.