શંખેશ્વર તાલુકા ક્ષત્રિય ઠાકોર સેના અને જય વેલનાથ યુવા સંગઠન દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

પાટણ
પાટણ

રખેવાળ ન્યુઝ પાટણ  : શંખેશ્વર તાલુકા ક્ષત્રિય ઠાકોર સેના અને જય વેલનાથ યુવા સંગઠન શંખેશ્વર શહેર દ્વારા જરૂરિયાતમંદ દર્દીઓને આકસ્મિક બ્લડની જરૂર હોવાના કારણે રાધનપુર ભણસાલી ટ્રસ્ટ સંચાલિત બ્લડ બેંક નાં સહિયોગ થી બ્લડ ડોનેશન કેમ્પ આજરોજ શંખેશ્વરની પી.સી.પ્રજાપતિ હાઈસ્કૂલ ખાતે રાખવામાં આવ્યો હતો. શંખેશ્વર ખાતે આયોજિત બ્લડ ડોનેશન કેમ્પમાં તાલુકાના આજુબાજુના દરેક ગામો માંથી તમામ સમાજના યુવાનો , વડીલો, માતાઓ ,બહેનો અને સંગઠનથી જોડાયેલા સેવાભાવી કાર્યકરો એ પોતાનું બ્લડ ડોનેટ કરતાં કુલ – ૮૬ બોટલ બ્લડ એકત્રીત કરી લોકહિતના કાર્ય માટે અર્પણ કરવામાં આવેલ.
આ સેવાકીય પ્રોજેક્ટ માં બહુચરાજી નાં ધારાસભ્ય ભરતજી ઠાકોર,શિવાનંદ બાપુ લોલાડા આશ્રમ તથા તાલુકાના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.