કર્ણાટક વિધાનસભામાં ભાજપના ઉમેદવારે કૉંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષને મારી નાખવાની ધમકી આપતા ફરિયાદ નોંધવાની માગ
પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કર્ણાટક વિધાનસભાની ચુટણીમાં પ્રચાર દરમિયાન ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેજી અને તેમના પરિવારને જાન થી મારી નાખવાની ધમકી ચિત્તપુર વિધાનસભા,કર્ણાટક ભાજપના ઉમેદવાર મણીકાંત રાઠોડ દ્વારા આપવામાં આવી હતી તેના વિરુદ્ધ પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક ,પાટણ પોલીસ અધિક્ષક ની કચેરી ખાતે મણીકાંત રાઠોડ સામે ફરિયાદ નોંધી કાનૂની કાર્યવાહી કરવા મા આવે તેવી માગણી કરવામાં આવી છે.
જો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીજી પર માનહાનીની ફરિયાદ ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદી દ્વારા સુરત ખાતે ફરિયાદ થતી હોય તો અમારી ફરિયાદ થવી જ જોઈએ કાયદો દેશના તમામ નેતાઓ અને લોકો માટે સમાન છે તે માગણી સાથે આવેદન આપવામાં આવ્યું હતું.
પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શંકરજી ઠાકોર,પાટણ જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા અશ્વિનભાઈ પટેલ,પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ રામસંગજી દરબાર,પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી હરેશભાઈ બારોટ,ગુજરાત પ્રદેશ લઘુમતી સેલના મંત્રી ભુરાભાઈ સૈયદ,જૈમિન પટેલ,રાહુલ બારોટ, ધનાજી ઠાકોર સહિતના હોદ્દેદારો આગેવાનઓ હાજર રહ્યા હતા.