હારીજ હાઈવે પર સર્જાયેલા ત્રિપલ અકસ્માતમાં બાઇક સવારનું મોત

પાટણ
પાટણ 57

પાટણ,
હારીજ થી ત્રણ કિલો મીટર દૂર રાધનપુર રોડ પર વાદી વસાહત નજીક રવીવાર નાં રોજ ત્રિપલ અકસ્માત સજૉતા બાઈક સવાર ઈસમનું ધટના સ્થળે કરૂણ મોત નિપજયું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. બનાવની મળતી હકીકત મુજબ રવીવાર નાં હારીજ -રાધનપુર હાઈવે માર્ગ પરથી પસાર થઈ રહેલાં કાર,રીક્ષા અને બાઈક વચ્ચે આગમ્ય કારણોસર ત્રિપલ અકસ્માત સર્જાયો હતો જે અકસ્માત માં બાઈક સવાર કાનજીજી મેવાજી ઠાકોર નામનાં ૩૫ વર્ષિય યુવાનને ગંભીર ઈજાઓ પહોંચતા તેઓનું મોત નિપજ્યું હતું જ્યારે બે થી વધુ લોકોને ઈજાઓ પહોંચી હતી જેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા.
હારીજ-રાધનપુર હાઈવે માર્ગ પર વાદી વસાહત નજીક સજૉયેલા ત્રિપલ માગૅ અકસ્માત નાં બનાવને પગલે હાઇવે ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સાથે લોકો નાં ટોળે ટોળા ઉમટી પડ્યા હતા તો આ બનાવની પોલીસ ને જાણ થતાં તેઓએ ધટના સ્થળે દોડી આવી મૃતકની લાશનું પંચનામુ કરી પીએમ માટે મોકલી આપી આગળ ની તપાસ હાથ ધરી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.