ભારત વિકાસ પરિષદ પાટણનો પરિવાર ગોષ્ઠી અને તેજસ્વી તારલાઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજાયો
પાટણમાં અનેકવિધ સેવાકીય પ્રોજેક્ટો થકી શહેરમાં આગવી નામના ઉભી કરનાર ભારત વિકાસ પરિષદનો પરિવાર ગોષ્ઠી અને તેજસ્વી તારલાઓનો સન્માન કાર્યક્રમ પારેવીયા વીર દાદા મંદિર સંકૂલમાં ગુજરાત પ્રદેશ ભાજપના પૂવૅ મહામંત્રી કે.સી.પટેલના અધ્યક્ષ સ્થાને આયોજિત કરવામાં આવ્યો હતો.
ભારત વિકાસ પરિષદ પાટણ પરિવાર દ્રારા આયોજિત પરિવાર ગોષ્ઠી અને તેજસ્વી તારલાઓને સન્માનિત કરવા માટે આયોજિત કરાયેલ કાર્યક્રમ ની પ્રદેશ ભાજપના પૂવૅ મહામંત્રી કે સી પટેલે શુભેચ્છાઓ પાઠવી ભારત વિકાસ પરિષદ ની વિવિધ સેવા પ્રવૃત્તિઓ ને બિરદાવી પરિવાર ના તેજસ્વી તારલાઓને ઈનામો આપી શુભેચ્છાઓ પાઠવી હતી. ભારત વિકાસ પરિષદ પાટણ ના આયોજિત આ કાર્યક્રમને પ્રમુખ દિલીપભાઈ પટેલ સહિતના સભ્યોએ જહેમત ઉઠાવી સફળ બનાવ્યો હતો.