
ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીએ ગોલ્ડમેડલ મેળવ્યા
પાટણની સીબીએસસી માન્યતા પ્રાપ્ત ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ પરિવારના વિધાર્થીઓ શિક્ષણની સાથે-સાથે રમત-ગમત ક્ષેત્રમાં સ્કુલ પરિવારને ગૌરવ અપાવી રહ્યા છે.ત્યારે આ સ્કુલમાં ધો.5મા અભ્યાસ કરતાં વિધાર્થી વિહાગ એ.સાલ્વીએ તાજેતરમાં સીબીએસસી વેસ્ટ ઝોન સ્વિમિંગ સ્પર્ધામા ભાગ લઈ ત્રણ ગોલ્ડમેડલ મેળવી સ્કુલ પરિવારને ગૌરવ અપાવતા સ્કુલ પરિવાર દ્વારા તેની સિધ્ધિને બિરદાવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.જેમાં વેસ્ટ ઝોન સ્વિમિંગ સ્પર્ધામાં 200 મીટર વ્યક્તિગત મેડલ 100 મીટર ફ્રી સ્ટાઇલ અને 50 મીટર ફ્રી સ્ટાઇલ એમ કુલ ત્રણ કેટેગરીમાં ગોલ્ડમેડલ મેળવી શાળાનું રાષ્ટ્રીય સ્તરે પ્રતિનિધિત્વ કરવા આગામી રાજકોટ ખાતે યોજાનાર સ્પર્ધા માટે જશે.જેમાં વિહાગ સાલ્વીએ ત્રણ ગોલ્ડમેડલ મેળવી સ્કુલ પરિવાર સહિત પાટણ શહેર, જિલ્લા અને ગુજરાત રાજ્યને ગૌરવ અપાવ્યુ છે.જેની સફળતા માટે સંસ્થાના એજ્યુકયુટિવ ડાયરેક્ટર ડો.જે.એચ.પંચોલી તથા શાળાના આચાર્ય ડો.ચિરાગભાઈ પટેલ, સ્પોર્ટ્સ વિભાગના શિક્ષક ડો.વિશાલભાઈ ધોબી સહિત શાળા પરિવાર તરફથી અભિનંદન પાઠવી ભવિષ્યની સફળતા માટે શુભેચ્છાઓ વ્યકત કરી છે.