પાટણ શહેરમાં રથયાત્રા પૂર્વે શહેરમાંથી રખડતા 50થી વધુ પશુઓની પકડી ઢોર ડબ્બામાં પૂર્યા

પાટણ
પાટણ

પાટણ શહેરમાં રથયાત્રા પૂર્વે શનિવારે શહેરમાંથી રખડતા ઢોર પકડી ડબ્બે કરવાની કામગીરી પાટણ નગરપાલિકા સવારથી શરૂ કરી હતી.આખા દિવસ દરમિયાન 50થી વધુ પશુઓની પકડી ઢોર ડબ્બામાં પૂર્યા હતા. રવિવારે યોજાના રથયાત્રાના રૂપમાં કોઈ જગ્યાએ પશુઓ દ્વારા અડચણરૂપ ન થાય અને કોઈ પણ ભક્તજનને ઇજા ના પહોંચે તેની તકેદારીના ભાગરૂપે પાલિકાની ઢોર ડબ્બાની ટીમ ખડે પગે હાજર રહેશે. રથયાત્રા આગળ પેટ્રોલિંગ કરશે. ઢોર પકડવાની કામગીરીમાં પાલિકાની ગાડી એક પોલીસની ગાડી અને ઢોર ડબ્બાનું પાંજરું સાથે રાખી સમગ્ર શહેરમાં ભ્રમણ કરી રહ્યા હતા.તેવું પાલિકાના આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું.

રથયાત્રાના રૂટના રેલવે સ્ટેશન રોડ પર સાફ સફાઈ: રવિવારે પાટણમાં નીકળનાર ભગવાન જગન્નાથની રથયાત્રાની પૂર્વે પાલિકાની સફાઈની ટીમે સમગ્ર રૂટને સાફ સફાઈ હાથ ધરી હતી.જેમાં વિશેષ સાફ-સફાઈ વધારેલ રૂટ બગવાડાથી રેલવે સ્ટેશનથી રેલવે ગરનાળા સુધીના રોડની સાઇડમાં અને ડિવાઇડરની વધારાની માટી ઉખાડીને ઉપાડી લેવામાં આવી છે. આ રોડની સાઇડોમાં પણ બ્રશ માર્યા હતા.અને નડતરરૂપ ઝાડની ડાળીઓ કટીંગ કરાઈ હોવાનું તેવું વોર્ડ ઇન્સ્પેકટરે જણાવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.