પાટણની વલ્લભનગર સોસાયટીના બંધ મકાનમાં અજાણ્યા તસ્કરનો ચોરીનો પ્રયાસ

પાટણ
પાટણ 76

પાટણ,
પાટણના ગાયત્રી મંદિર વિસ્તારમા આવેલ વલ્લભ નગર સોસાયટીના એક બંધ મકાન મા કોઈ અજાણ્યા તસ્કર દ્વારા મંગળવારની રાત્રે ચોરી નો પ્રયાસ કરાયો હતો પરંતુ બંધ મકાન ની બાજુમાં રહેતા પાડોશી જાગી જતા તસ્કર ચોરીને અંજામ આપ્યા વગર દિવાલ કુદીને ભાગી છૂટયો હતો.ગાયત્રી મંદિર નજીક આવેલ વલ્લભ નગર સોસાયટી ની છેલ્લી લાઈનમા આવેલ એક બંધ મકાનમા મંગળવાર રાત્રી ના સમયે મકાન ના પ્રાંગણ મા કોઈ અજાણ્યા તસ્કર નો પગરવ સંભળાયો હતો અને ગલેરી ની બાજુ ના રસોડા બાજુ ના દરવાજા ખોલવાનો અવાજ આવતા બાજુ ના મકાન મા રહેતા યુવા દંપતી સફાળા જાગી જતા અને કોણ છે તેમ પડકાર ફેકતા અજાણ્યો તસ્કર ઘભરાટ નો માર્યો ચોરીને અંજામ આપ્યા વગર ઘર ની દીવાલ કુદી બાજુ મા આવેલ સારથી રેસિડેન્સી મા થઈને ભાગવામાં સફળ રહ્યો હતો.
આ બનાવની સવારે બંધ મકાન ના માલિક ને ફોન કરી બોલાવતા તેઓ એ પોતાના ઘર ની તપાસ કરતા ઘર મા થી કોઈ વસ્તુ ચોરાઈ ન હોવાનું જણાવતા સોસાયટી નાં રહિશો એ હાસકારો અનુભવ્યો હતો.શહેર મા કોરોના કરફ્યુ હોવા છતાં નિસાચરો રાત્રી ના સમયે રોડ પર કેવી રીતે બહાર નીકળી શકે છે તે પ્રશ્ન શહેરીજનો મા ચર્ચાતો હતો અને પોલીસ ની ફરજ સામે પણ ઉગલી નિર્દેશો ઉઠવા પામ્યા હતા?.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.