
સમીના વરાણા ખાતે જિલ્લા પંચાયત પ્રમુખના અધ્યક્ષ સ્થાને દીકરીઓને યોજનાકીય સમજ અપાઈ
પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોરના અધ્યક્ષ સ્થાને “બેટી બચાવો બેટી પઢાવો ,સુપોષિત કિશોરી “ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં પ્રમુખ દ્વારા દિકરા-દિકરી એક સમાન, દિકરીઓને રક્ષણ પુરૂ પાડવુ, સુરક્ષા આરોગ્ય તપાસ, દિકરી જન્મને પ્રોત્સાહન આપવુ વગેરે જેવી બાબતો સમજાવીને દિકરીઓને સન્માનિત કરવામાં આવી હતી.બાળ વિકાસ યોજના અધિકારી સમી તેમજ સમગ્ર ટીમ દ્વારા આયોજીત કાર્યક્રમમાં સરકાર ની વિવિધ યોજનાઓ જેવી કે પૂર્ણા યોજના, વ્હાલી દિકરી, સખી વન સ્ટોપ સેન્ટર વગેરે અંગે દિકરીઓની સાથે ચર્ચા કરીને તેઓને આ યોજનાઓ વિશે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. જિલ્લા પંચાયત સ્વ-ભંડોળમાંથી 30 આંગણવાડી કેંદ્રો માટે સ્ટીલ ડીસ,ચમચી, ગ્લાસ, પવાલી, કઢાઇનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. જેમાં કુલ 500 આંગણવાડી કેંદ્રોનો સમાવેશ કરવામાં આવેલ છે.
કાર્યક્રમમાં તાલુકા હેલ્થ ઓફીસર દ્વારા આયુષ્ય્માન કાર્ડ, આભાકાર્ડ, આરોગ્ય પોષણને લગતી યોજનાનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ. જિલ્લા પંચાયત સદસ્ય મનુજી ઠાકોરે આંગણવાડી કેંદ્રોના બહેનોની કામગીરીને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા. તાલુકામાંથી સંજયભાઇ દવે, બાબુજી ઠાકોર – જિલ્લા સદસ્ય, સરપંચ, દિલીપભાઇ પટેલ કો.ઓર્ડીનેટર WCO, THO, TPO, નાયબ TDO, પોગ્રામ ઓફીસર આઇ.સી.ડી.એસ જિ.પં.પાટણ આ પ્રસંગે ઉપસ્થિત રહી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતુ. સાથે જ 9 વિભાગોના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા. જેમાં દરેક વિભાગ દ્વારા IEC કરેલ અને તમામનું NCD કેમ્પમાં HB, BP, ડાયાબીટીસની ચકાસણી કરેલ અને કિશોરીઓના વજન કરીને ન્યુટ્રિશન અવરનેશ મિલેટ્સ સ્ટોલ ,બેંક,પોસ્ટ, ઘરેલુ હિંસા વગેરે બાબતે સ્ટોલ ઉપરથી માહીતી પુરી પાડવામાં આવી હતી.