
પાટણની મલ્હાર બંગલો સોસાયટીમાં વિવિધ વેશભૂષા સાથે ખેલૈયાઓએ ગરબાની રમઝટ બોલાવી
પાટણની મલ્હાર બંગલો સોસાયટી વિવિધ વેશભૂષા સાથે ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા હતા. જિલ્લા પંચાયત સ્ટાફ ક્વાટર્સ પરિવારનાં સભ્યો ગરબે રમ્યા હતા. સમગ્ર ગુજરાતમાં નવરાત્રીનો રંગ જામ્યો છે ત્યારે પાટણ શહેરની રોટલીયા હનુમાન ધામ નજીક આવેલ મલ્હાર બંગલો સોસાયટીમાં ખેલૈયાઓ વિવિધ વેશભૂષા સાથે ગરબે ઘૂમ્યા હતા, જેમાં નાના ભૂલકાઓ ખેડૂત, ચંપક ચાચા, વકીલ, ડોકટર જેવી વેશભૂષા કરી હતી, તેમજ રાક્ષસ, પોલીસ, નેતા અને બોડીગાર્ડનાં પણ વેશ ધારણ કર્યા હતા.
તેમજ બહેનોએ પારંપારિક વસ્ત્ર પરિધાન કરી સૌ કોઈ ગરબે ઘૂમ્યા હતા. દરમિયાન મલ્હાર બંગલો સોસાયટીનાં પ્રમુખ સ્નેહલ પટેલની પાટણ એ.પી.એમ.સી.ના ચેયરમેન પદે નિયુક્તિ થતા સોસાયટી દ્વારા ફૂલહાર અને મોમેન્ટો આપી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પાટણ જિલ્લા પંચાયત સ્ટાફ ક્વાટર્સ પરિવાર દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં જિલ્લા વિકાસ અધિકારી ડી.એમ.સોલંકી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી આર. કે .મકવાણા તથા સ્ટાફ ક્વાટર્સ પરિવારનાં સભ્યો દિગંત દરજી, પ્રકાશભાઈ, ગામેતીભાઈ, હિતેશભાઈ, રાઠોડભાઈ, મોઢભાઈ પટેલ તથા અન્ય પરિવારનાં મિત્રોએ જિલ્લા વિકાસ અધિકારી તથા નાયબ જિલ્લા વિકાસ અધિકારી સાથે ગરબાની રમઝટ માણી હતી.