
પાટણના બિંદુક્ષિણી ઘેલગાત્રેસ્વરી માતાના મંદિરે આબાલવૃદ્ધ વારાફરતી નનામી પર બેસી સારા સ્વાસ્થય માટે કરે છે પ્રાર્થના
પાટણ એ ધાર્મિક નગરી છે અને અહીં સદીઓ જૂની ધાર્મિક પરંપરા આજે પણ અકબંધ રહી છેત્યારે મડા સાતમ નામનો અનોખો ઉત્સવ પાટણ શહેરના પંચમુખી હનુમાન મંદિર નજીક બિંદુક્ષિણી ઘેલગાત્રેસ્વરી માતા નું મંદિર ખાતે યોજાયો હતો.પાટણ પંચમુખી હનુમાન મંદિર નજીક બિંદુ ક્ષિણી ઘેલગાત્રેસ્વરી માતાનું મંદિર આવેલ છે. અહીં આસો નવરાત્રી ની સાતમ આવે એટલે મડા સાતમ તરીકે ઉજવે છે.ત્યારે શ્રીમાળી સમાજ, સોની બ્રાહ્મણ ,રામી સહીત વિવિધ સમાજ ના લોકો ના આ માતાજી કુળદેવી છે.
શ્રીમાળી સોમવેદી બ્રાહ્મણ પરિવારના આ કુળદેવી માતાજી નું વાહન સબ વાહિની એટલેકે નનામી છે આજે શનીવારે સાંજના સમયે આરતી પૂજા અને વિધિ વિધાન સાથે આ કરવઠું મનાવવા માં આવ્યું હતું પૂજા વિધિ બાદ મંદિર ના પ્રાંગણમા લાકડા ની એક પ્રતિમાત્મક નનામી બનાવી હતી. અને આ નનામી પર સમાજ ના પ્રમુખ પ્રથમ બેસે અને પોતાના અને પરિવાર ના સ્વાસ્થ્ય ની માતાજી પાસે દુવા માંગે છે. ત્યાર બાદ સમાજ ના અબાલ વૃદ્ધ મહિલા બાળકો અને વડીલો વારાફરતી આ નનામી પર બેસે છે અને માતાજી ની સન્મુખ સારા સ્વસ્થ્ય ની પ્રાર્થના કરે છે આમ આ વિધિ પતિ ગયા બાદ નનામી ને 4 વ્યક્તિઓ ઊંચકે છે અને રામ બોલો ભાઈ રામ સાથે મંદિર માંથી નનામી લઇ નજીક ના 4 રસ્તા પાસે મૂકી ને વિધિ પુરી કરે છે.હિન્દુસ્તાન માં પરધર્મીઓ ના સતત આક્રમણ અને ધર્મપરિવર્તન નો માહોલ હતો જેમાં રાજસ્થાન ના ભિન્નમાલ ના શ્રીમાળી બ્રાહ્મણ ઓ પર જબજસ્તી થી ધર્મ પરિવર્તન કરવા દબાણ થતા અહીંના ભૂદેવો એ ડાઘુ ઓનો વેશ ધારણ કરીને માતાજી ની નનામી કાઢી ને ત્યાંથી નીકળી ને પાટણ આવી વસ્યા હતા અને આ વર્ષો જૂની પરંપરા ને આજે પણ યથાવત રાખી છે. આમ આજે પણ સદીઓ જૂની પરંપરા યથાવત રહી છે આમ ઐતિહાસિક નગરી પાટણ માં અનેક ધાર્મિક દંત કથાઓ નો ઇતીહાસ આજે પણ મોજુદ છે.