
સિદ્ધપુરની કામધેનુ ગૌશાળામાં બિમાર ગૌ ધનની સેવા કરીને આશિર્વાદ મેળવ્યા
સિદ્ધપુરમાં ગૌઅષ્ટમી નિમિત્તે કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત કામધેનુ ગૌ શાળાની મુલાકાત લીધી હતી. બિમાર ગૌ ધનની સેવા કરીને આશિર્વાદ મેળવ્યાં હતા. સાથે સાથે સૌ કોઈ મિત્રોને પોતાના જન્મ દિવસ, બાળકોની જન્મ તિથિ, લગ્નતિથી અને વિવિધ પ્રસંગોએ ગૌ સેવા કરીને આશિર્વાદ મેળવવા અપીલ કરી હતી.દરેક લોકોએ યથાશક્તી રૂ. 500 કે રૂ. 1000 આપી આવા ભગીરથ ધાર્મિક કામમાં પણ જોડાવા અપીલ કરી હતી. કેબિનેટમંત્રી બળવંતસિંહ રાજપૂતે ગૈસેવાના માટેના ધાર્મિક કાર્યમાં રૂ. 51000નું દાન આપ્યું હતું.
સિદ્ધપુર શહેર ભાજપના મહામંત્રી દશરથભાઈએ પોતાની પૌત્રીના જન્મ દિવસ, રાજુભાઈ પટેલ બિલિયાએ જન્મ દિવસ તથા જીમી પટેલે પોતાની લગ્નની વાર્ષિક તિથિ પર બીમાર ગૌ ધનની સેવા કરી અને અનુદાન કરીને આશિર્વાદ મેળવ્યાં હતા.આ પ્રસંગે નગર પાલિકા પ્રમુખ અનીતાબેન પટેલ, એપીએમસીના ચેરમેન વિષ્ણુભાઈ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ વિક્રમસિંહ ઠાકોર, જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ જશુભાઈ પટેલ, મહામંત્રી દશરથભાઈ, અંકુરભાઈ મારફતિયા,રોહિતભાઈ પંચોલી, વિજયસિંહ રાજપુત, કૌશલભાઇ જોષી, શૈલેષભાઇ પંચોલી, ભાવેશભાઇ રાજગુરુ, નિરંજનભાઈ ઠાકર, ડી ટી ઝાલા, કમલેશભાઈ પટેલ, સુરપાલસિંહ સહિત હાજર રહ્યા હતા.