સિદ્ધપુરની ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી ખાતે ગોકુલ પ્રીમિયર લીગ સિઝન -1નો પ્રારંભ થયો

પાટણ
પાટણ

સિદ્ધપુરમાં આવેલી ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી સ્થિત ક્રિકેટના મેદાનમાં સરખેજના મહામંડલેશ્વર 1008 વેદાંતાચાર્ય ઋષિભારતીજીની પ્રેરણા થકી 10 દિવસીય ગોકુલ પ્રીમિયર લીગ સિઝન- 1 નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું હતું.જેમાં સિદ્ધપુર તેમજ આસપાસના વિસ્તારોની 32 ટીમો રમશે.આમ આ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જે ટીમ વિજયી બનશે તેને રૂ.31,000 રોકડ તેમજ ટ્રોફી થકી આયોજકો દ્વારા સન્માનિત કરવામાં આવશે.

આમ આ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટની તમામ મેચોનું યુ-ટ્યુબમાં લાઈવ પ્રસારણ કરાશે.તેમજ મેચના સ્કોર બોર્ડ ગૂગલ પર મુકાશે.ગોકુલ પ્રીમિયર લીગ સિઝન- 1 નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટના શુભારંભ પ્રસંગે ગુજરાત જી.આઈ.ડી.સીના ચેરમેન બળવંતસિંહ રાજપૂત,સરખેજથી પધારેલ વેદાંતાચાર્ય ઋષિભારતીજી બાપુ,હરિદ્વારથી પધારેલા મહંત વિશ્વેશ્વરી માતાજી,સિદ્ધરાજ રમેશભાઈ ઉર્ફ સન્ની(ચંદ્રાવતી),અંકુરભાઈ મારફતિયા,રામદેવ ગ્રુપના ભાવેશ રાજ્યગુરુ,નિકુંજ દેસાઈ સહિતના લોકો હાજર રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.