
રાધનપુર તાલુકાના અમીર પુરા થુંમ્બડી ખાતે પ્રેમી પંખીડાએ ગળે ફાંસો ખાઈ આત્મ હત્યા કરી..
પોલીસે ધટના સ્થળે લાશ નું પંચનામું કરી પીએમ અર્થે રાધનપુર હોસ્પિટલ માં ખસેડી આગળની તજવીજ હાથ ધરી..પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના અમીરપુરા થુંમ્બડી વિસ્તારમાં શુક્રવારે પ્રેમી પંખીડાએ આપઘાત કર્યાની ઘટના સામે આવી છે.બંન્નેએ સ્મશાન મા ઝાડ સાથે ગળેફાસો ખાઈને જીવન ટૂંકાવી દીધું છે. ઘટનાની જાણ થતાં રાધનપુર પોલીસની ટીમે ઘટના સ્થળે પહોંચી લાશ નું પંચનામું કરુ બંન્નેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રાધનપુર રેફરેલ હોસ્પિટલ ખાતે ખસેડવામા આવ્યો છે.
પોલીસ ના જણાવ્યું મુજબ મૃતક યુવતીનું નામ અદિતી હસમુખભાઈ રાણા રહે. રાધનપુર અને યુવક નું નામ ઠાકોર પ્રવીણ લાલજી હોવાનું જણાવ્યું હતું. બનાવના પગલે મૃતક યુવક અને યુવતીના પરિવારજનો માં શોકનો માહોલ છવાયો હતો