
સમીમાં સમૂહલગ્નમાં નામ નોંધવાની ના પાડતા મારામારી, ભાણીના લગ્નનું કહેવા જનારા મામા પર હુમલો
સમી ખાતે મુસ્લીમ સમાજના સમૂહ લગ્ન યોજાનાર હોઈ એક મહિલા દીકરીનું નામ નોંધાવા ગઈ હતી. ત્યારે નોંધણી કરનાર શખસે ના પાડતાં તેણી પોતાના ભાઈ સાથે મળવા જતાં લોખંડની પાઈપથી હુમલો કર્યો હતો. સમી ખાતે રહેતા એક મહિલા સમી ખાતે યોજાનાર સમૂહ લગ્નની નોંધણી કરનાર પાસે દીકરીનું સમૂહ લગ્નમાં નામ નોંધાવા ગયા હતા.
ત્યારે ચાર લગ્નની નોંધણી થઈ ગયેલ હોઈ જેથી તેમની દીકરીના લગ્નની નોંધણી કરવાની ના પાડતાં મહિલાએ આજીજી કરી હતી. છતાં નોંધણી કરનારે જેમ તેમ બોલી તેમના ઘરેથી કાઢી મુકતા મહિલાએ તેમના ભાઈ ને વાત કરતાં ભાઇ- બહેન ફરી નોંધણી કરનારના ઘરે જઈ નોંધણી માટે વિનંતી કરી હતી. પરંતુ નોંધણી કરનારે ઉશ્કેરાઈ અમારા ઘરેથી જતાં રહો કહીને મારમારતાં આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.