પાટણ શહેર માથી અનેક પગપાળા સંધો નું અંબાજી તરફ પ્રયાણ થતાં સમગ્ર શહેરમા અંબાના રંગે રંગાયુ
બોલ મારી અંબે જય જય અંબે ના નાદ વચ્ચે પદયાત્રા સંધો મા જોડાયેલા પદયાત્રીઓમા અનેરો ઉત્સાહ ઉમગ છવાયો
શકિત, ભકિત અને પ્રકૃતિના ત્રિવેણી સંગમ સમા આરાસુરી જગત જનનીના ધામમાં પૂનમ ના મીની મહાકુંભ મેળાનો વિધીવત રીતે ગુરૂવારે પાટણ શહેર માથી પ્રારંભ થયો છે. સાત દિવસીય આ મેળામાં ગુજરાત જ નહીં દેશભરના વિવિધ પ્રાંતોમાંથી લાખો શ્રધ્ધાળુઓ અને પદયાત્રીઓ જગદંબાના ચરણ પખાળવા અને નવરાત્રીમાં મુજ ગામ…મારે આંગણે પધારવાનું મૈયાને આમંત્રણ આપવા કઠીન યાત્રામાં જોડાયા છે.
પાટણ શહેરના જળચોક વિસ્તારમાં આવેલ નીચામાઢ ખાતેથી જળચોક યુવક મંડળ દ્વારા સતત 24 માં વર્ષે પગપાળા સંઘનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સંઘના પ્રસ્થાન પૂર્વે પદયાત્રીઓ તેમજ સ્થાનીક રહીશોએ મૈયાની દિવ્ય આરતી ઉતારી ધજા નેજા ની પૂજાવિધી કરી મૈયાનો જયઘોષ કર્યો હતો. ત્યારબાદ સંઘમાં જોડાયેલા પદયાત્રિઓએ બોલ માડી અંબે… જય જય અંબે….ના નાદ સાથે અંબાજી ધામ તરફ મૈયાના રથડાને પ્રસ્થાન કરાવ્યું હતું. તો રથડાને વળાવવા આવેલ સ્થાનીક મહિલાઓએ મૈયાના ગરબાની રંગત જમાવી સમગ્ર વાતાવરણને ભકિતના રંગે રંગી દીધુ હતું.
તો ગુરૂવારે પાટણ શહેરના વિવિધ વિસ્તારો માંથી પણ પગપાળા યાત્રા સંઘો અંબાજી જવા પ્રસ્થાન કરતા સમગ્ર માર્ગો બોલ માડી અંબે જય જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યા હતા. જેમાં પ્રતિવર્ષની જેમ શહેરના સોનીવાડા વિસ્તારમાં વાઘેશ્વરી માતાના મંદિર ખાતેથી બે સંઘ પ્રસ્થાન થયા હતા .જેમાં વાઘેશ્વરી મિત્રમંડળ દ્વારા પગપાળા યાત્રાસંઘનું આયોજન કરવામાં આવ્યુ હતું. સંઘના પ્રસ્થાન પૂર્વે યજમાન સંઘવીના નિવાસ સ્થાનેથી મૈયાની 51 ગજની વિશાળ ધજા પતાકાનું ભવ્ય સામૈયું કરવામાં આવ્યુ હતું. જયઅંબેના જયઘોષથી અંબાજીના માર્ગોની વાટ પકડતા પાટણ શહેરના જાહેરમાર્ગો માં અંબાના બુલંદ અવાજથી ગુંજી ઉઠયા હતા અને પદયાત્રીઓ બોલ માડી અંબે જય જય અંબેના નાદ સાથે માતાજીને શીશ નમાવવા હરખપદુડા બન્યા હોય તેમ હર્ષોલ્લાસભેર અંબાજી ખાતે પ્રસ્થાન કર્યું હતું.
આ સંઘ છેલ્લા 12 વર્ષોથી અવિરતપણે માં અંબાના ધામમાં ધજા નેજા ચઢાવી પોતાની આસ્થા પૂર્ણ કરે છે.ત્યારે આજથી શરુ થયેલ પગપાળા સંઘોને લઈને અંબાજીને જોડતા માર્ગો પર પદયાત્રીઓનો અવિરત પ્રવાહ સતત પાંચ દિવસ સુધી વહેતો રહેશે.