સાયબર ફ્રોડના બનાવો અટકાવવા જાહેર જનતામાં જનજાગૃતિ લાવવા પાટણ જિલ્લા પોલીસની અપીલ
સાયબર ફ્રોડના ગુનામાં નાગરિકોને સામાજિક અને આર્થિક નુકસાન ન થાય તે માટે ગુજરાત પોલીસનો નવતર નિર્ણય: વધતા જતા સાયબર ક્રાઈમ ના ગુનાઓને ડામી દેવા અને સાઇબર ક્રાઇમના બનતાં ગુનાની તપાસ દરમ્યાન ભોગ બનનાર અરજદાર ને રાહત મળે તેવો નવતર નિર્ણય ગુજરાત પોલીસ દ્વારા અમલમાં મુકવામાં આવ્યો છે. ત્યારે ગુજરાત પોલીસ ના આ નવતર નિર્ણય થી લોકો માહિતગાર બને તે માટે પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક દ્રારા શુક્રવારે જિલ્લા પોલીસ વડા ની કચેરી ખાતે ના કોન્ફરન્સ હોલ માં પાટણ ના ઈલેક્ટ્રોનિક તેમજ પ્રિન્ટ મીડિયા ના પત્રકારો ની પ્રેસ બેઠક યોજી માહિતી પ્રદાન કરવામાં આવી હતી.
આ સાથે સાયબર પોલીસ દ્વારા પાટણ જિલ્લામાં તમામ શાળાઓ,કોલેજો, યુનિવર્સિટીઓ, પંચાયતી રાજ, સંસ્થાઓ, નગરપાલિકાઓ, એનજીઓ જેવા અલગ અલગ વિભાગના અધિકારીઓને સાથે રાખીને સાયબર ક્રાઇમની જાગૃતતા માટે સાયબર ક્રાઈમ અવરનેશ સેમિનારના પણ આયોજન કરવામાં આવે છે.
જે અંતર્ગત વર્ષ 2023- 24 માં 20 જેટલા અવરને શ સેમિનાર ના આયોજન કરાયા હોવાનું તેઓએ જણાવ્યું હતું. તેઓએ સાયબર ફોડ નો ભોગ બનનાર વ્યક્તિને તાત્કાલિક સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 ઉપર કોલ કરવા અથવા તો સાયબર ક્રાઇમ ની વેબસાઈટ ઉપર ઓનલાઈન અરજી કરી નજીકના પોલીસ સ્ટેશન તથા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન પાટણ પોલીસ અધિક્ષકની કચેરી, સિદ્ધપુર ચાર રસ્તા નજીક સંપર્ક કરવા તેઓએ જણાવ્યું હતું.