પાટણના સૂર્યનગરમાં રહેતા ૧૬ વર્ષના કેન્સર પીડિત બાળકની સારવાર માટે અપીલ કરાઈ

પાટણ
પાટણ 31

પાટણ,
પાટણ શહેરના સુર્યા નગર વિસ્તારમાં રહેતા અને બ્લડ કેન્સરની બીમારીથી પીડાતા ગરીબ પરિવારના ૧૬ વર્ષના માસૂમની સારવાર અર્થે પાટણ શહેરની સેવાકીય સંસ્થાઓ તેમજ જિલ્લા વહીવટીતંત્ર મદદરૂપ બને તે માટે શનિવારના રોજ
પાટણના ધારાસભ્ય દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી અપીલ કરવામાં આવી હતી.છેલ્લા પાંચેક વરસથી બ્લડ કેન્સરની બીમારીથી પથારીવશ બનેલા ૧૬ વર્ષના સંદીપ પ્રવિણભાઈ ભીલ નામના બાળકની ખબર અંતર પૂછવા આવેલા પાટણના ધારાસભ્ય ડો કિરીટ પટેલ દ્વારા બાળકની સારવાર માટે પાટણ શહેરની સેવાભાવી સંસ્થાઓને તેમજ જિલ્લા વહીવટીતંત્રને મદદરૂપ બનવા સોશિયલ મીડિયાના માધ્યમથી અપીલ કરતા જણાવ્યું હતું કે ઉપરોક્ત ૧૬ વર્ષના બ્લડ કેન્સરની બીમારીથી પીડાતા બાળક ના પિતાનું અવસાન થયેલ હોય બાળકની માતા પોતાના બાળકને લઈને પોતાના ભાઈને ત્યાં નાની સાથે રહે છે અને લોકોના ઘર કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે ત્યારે
આ કેન્સર પીડિત બાળક ની સારવાર માટે તેઓ અસક્ષમ હોય પાટણ શહેરની સેવા કી સંસ્થાઓએ તેમજ જિલ્લા પ્રશાસન દ્વારા બાળકની સારવાર માટે આર્થિક રીતે મદદ કરવા આરોગ્ય મંત્રી ને પણ રજૂઆત કરાઈ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.