પાટણના ગુર્જરવાડાના પ્રાચીન દોરી ગરબા

પાટણ
પાટણ 80

કોરોનાકાળમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું મહત્ત્વ સમજાયું છે. સોશિયલ ડિસ્ટન્સ ના જળવાઈ એવું લાગતાં જ સરકારે પાર્ટી પ્લોટ અને ક્લબમાં યોજાતી નવરાત્રિને મંજૂરી નથી આપી, પરંતુ પાટણના ગુર્જરવાડામાં વર્ષોથી રમાતા દોરી ગરબા એવા છે, જે રમતી વખતે આપોઆપ સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે છે. જોકે આ ગરબા સૌકોઈ માટે રમવા આસાન નથી.

ચાલુ વર્ષે પાર્ટી પ્લોટોમાં થતાં મોટાં આયોજનો વગર શેરી ગરબાઓમાં નવરાત્રિની રમઝટ જામવાની છે. એમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અપીલ થઈ રહી છે. ત્યારે રાજ્યમાં ભાગ્યે જ ક્યાંક સચવાયેલા દોરી ગરબા એ સંસ્કૃતિની ભાત પાડવા સાથે સોશિયલ ડિસ્ટન્સિંગની વર્તમાન સમસ્યા ઉકેલનારા પણ બની રહેશે. જોકે અગાઉના સમયમાં ઢોલક-તબલાં-મંજીરાના તાલે મંડળી દ્વારા ગવાતાં લોકગીતોની ધૂનમાં લયબદ્ધ રીતે દોરી ગરબા રમાતા, જે વર્તમાન સમયે ડીજેના ફાસ્ટ મ્યુઝિકના તાલે રમવામાં મુશ્કેલીઓ પણ સર્જાય છે.

પાટણના ગુર્જરવાડામાં હજુ પણ દોરી ગરબા સચવાયેલા છે અને દર વર્ષે આ ગરબા રમવાની પરંપરા પણ જળવાઈ રહી છે. અહીંના ખેલૈયાઓ દર વર્ષે નવરાત્રિ દરમિયાન અમુક દિવસે દોરી ગરબા અચૂક રમે છે, જેથી આ પરંપરા પેઢીગત જળવાઈ રહે અને કળા જીવંત રહે. જોકે નવા ખેલૈયાઓ કે અજાણ્યા લોકો માટે આ ગરબા રમવા અત્યંત કઠિન બને છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.