
પાટણના જૈન મંદિરો-ઉપાશ્રયોમાં મહાવીર સ્વામી જન્મ વાંચન કરાયુ
જૈન સમુદાયનું પર્વ ધીરજ પર્યુષણ મહાપર્વ અંતિમ ચરણમાં પહોંચી ચૂક્યું છે આ પર્વમાં પાંચમા દિવસને અતિ શુભ માનવામાં આવે છે પર્વનું પાંચમો દિવસ એટલે ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણનો દિવસ પાટણની તપોભૂમિ પર જૈન સમુદાય દ્વારા ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણની ઉજવણી કરવામાં આવી હતી.
શહેરના વિવિધ દેરાશર ખાતે મુની ભગવંતોની મિશ્રામાં ભગવાનના કલ્પસૂત્ર નું વાંચન કરી શ્રોતાઓને તેનો મહિમા સમજાવવામાં આવ્યો હતો તો આ પર્વમાં અબોલા પશુઓ સાથે જીવદયા નો ભાવ રાખવા જૈન મુનિઓએ અનુરોધ કર્યો હતો ત્યારબાદ માતા ત્રીસલા દેવીને આવેલા 14 સપના એક પછી એક સોપાનો ઉતારવામાં આવ્યા હતા જ્યાં ભાગ્યશાળી યજમાન પરિવાર દ્વારા સોપાનો અને ઝુલાવવાનું લાવો લીધો હતો . આમ પાટણમાં જૈન સમુદાય દ્વારા ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણ ની ધાર્મિક વિધિ નો કાર્યક્રમ ભક્તિ સભરમાહોલમાં યોજાયો હતો