હારીજ-પાટણ હાઇવે માર્ગ પર અજાણ્યો વાહન ચાલક રાહદારીને ટક્કર મારી થયો ફરાર
હારીજ-પાટણ હાઈવે પર થી પુરઝડપે પસાર થઇ રહેલ અજાણ્યા વાહન ચાલકે માગૅ પરથી પસાર થતાં રાહદારીને અડફેટમાં લઈને ગંભીર ઈજાઓ પહોચાડી પોતાનું વાહન લઈ ભાગી છુટયો હોવાની ઘટના પ્રકાશમાં આવવા પામી છે.
હારીજ પાટણ હાઇવે માર્ગ પરથી પસાર થઇ રહેલ અજાણ્યા વાહન ચાલકે બોરતવાડા નજીક રામદેવ હોટલ નજીક પોતાનું વાહન પૂર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી માર્ગ પરથી પસાર થતા રાહદારીને અડફેટમાં લઈને ગંભીર ઈજાઓ પહોંચાડી પોતાનું વાહન લઇ ભાગી છૂટ્યો હતો.
આ માર્ગ પરથી પસાર થતા જલારામ સેવા સમિતિના સેવાભાવી યુવાન હિતેશભાઈ ઠક્કર ને થતા તેઓએ તાત્કાલિક ઇજાગ્રસ્ત ને પોતાની કારમાં સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.