રાધનપુરના શબ્દલપુરા ગામે રખડતાં આખલાએ વૃદ્ધાને હડફેટે લેતા ગંભીર ઈજાઓ પહોંચી

પાટણ
પાટણ

પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં રખડતાં ઢોરોનો ત્રાસ અસહ્ય બન્યો હોય અવાર નવાર આવા રખડતાં ઢોરો આવતાં જતાં રાહદારીઓ, વાહનચાલકો ને અડફેટમાં લઈ ગંભીર ઈજા પહોંચાડતા હોવાની સાથે કેટલાક નિદોર્ષ માણસો મોત ના મુખમાં ધકેલાતા રહ્યા છે.

શુક્રવારે સવારે રાધનપુર ના શબ્દલપુરા ગામે દુકાને ખરીદી માટે નિકળેલ વૃધ્ધા ને રખડતાં આખલા એ હડફેટે લેતા વૃધ્ધ મહિલા ગંભીર ઈજા પહોચતા તાત્કાલિક સારવાર અર્થે રાધનપુર રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવને લઈને ગ્રામજનોમાં રખડતા ઢોરો ની સમસ્યા મામલે ભારે નારાજગી સાથે રોષ જોવા મળ્યો હતો.

એક તરફ રખડતાં ઢોરો ના માલિકો દ્વારા ઢોરો દોહી લીધા બાદ તેને માગૅ પર છુટા મુકી દેતા હોય છે. તો તંત્ર દ્વારા રખડતાં ઢોરો ને પકડવાની ઝુંબેશ દરમિયાન માથાભારે રખડતાં ઢોરો ના માલિકો દ્વારા ધાક ધમકી આપી પોતાના ઢોરો છોડાવી જતા અને આવી ગંભીર ધટનાઓ સજૉતી હોય તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માગ પ્રબળ બની છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.