પાટણ-સિદ્ધપુર હાઇવે પર તેલનું ટેન્કર પલટ્યુ, લોકોએ તેલ લેવા પડાપડી કરી

પાટણ
પાટણ

પાટણ સિદ્ધપુર હાઇવે પર વનાસણ પાટિયા નજીક પશુને બચાવવા જતાં તેલ ભરેલું ટેન્કર પલટી મારી ગયું હોવાની ઘટના સામે આવી છે. ટેન્કર પલટી મારી ગયું હોવાના સમાચાર મળતાં આજુબાજુના લોકો તેલ લેવા માટે દોડી આવ્યા હતા. જ્યારે આ ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટનાસ્થળે આવી પહોંચી હતી.

પાટણ સિદ્ધપુર હાઇવે પર શુક્રવારે સવારે ગાંધીધામથી સિદ્ધપુર ગોકુલ રિફાઇનરી ફેક્ટરીમાં જઈ રહેલું તેલથી ભરેલું ટેન્કર રસ્તામાં પશુને બચાવવા જતાં પલટી મારી ગયું હતું, જેમાં અંદાજે 39 હજાર લિટર તેલ બાજુના ખેતરમાં ઢોળાઈ ગયું હતું.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.