પાટણ-શિહોરી માર્ગ પર ગાડી અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા એક ઈસમનું મોત

પાટણ
પાટણ 201

કાંકરેજ તાલુકાના ઉંબરી અરડુવાડા ગામના ભુમાજી ચતુરજી ઠાકોર અને વશરામજી કુંવરજી ઠાકોર શુક્રવારના રોજ સવારે બાઈક ઉપર અઘાર ગામે લગ્નમાં ગયા હતા. અને બપોરના સમયે બાઈક નં.જીજે.૮ એમ ૧૧૯૦ લઈને પરત ઘર તરફ આવી રહ્યા હતા તે સમયે પાટણ શિહોરી હાઈવે પર રખાવ ગામ બસસ્ટેશન નજીક શિહોરી તરફથી આવતી જીજે ૨૪ એ એમ ૩૨૫૬ નાં ચાલકે માતેલા સાંઢની જેમ પોતાની હંકારી સામેથી આવતા બાઈક સાથે ધડાકાભેર અથડાવતા બાઈક ચાલક અને પાછળ બેઠેલ વ્યક્તિ રોડ પર પટકાયા હતા.જયારે ગાડી પણ રોડ ઉપર પલટી મારી ગઇ હતી.માગૅ અકસ્માત સર્જાતા આજુબાજુના લોકો ધટના સ્થળે દોડી આવ્યા હતા અને ૧૦૮ને સ્થાનિક લોકોએ જાણ કરી હતી. આ અકસ્માતમાં બાઈક ચાલક ભુમાજી ચતુરજી ઠાકોરને ગંભીર ઈજાઓ થતાં તેઓનું ધટના સ્થળે જ મોત નિપજયું હતું. જ્યારે બાઈક પાછળ બેઠેલ કુંવરજી ઠાકોરને ઈજાઓ પહોંચતા ૧૦૮ માં સારવાર માટે ધારપુર ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત સર્જનાર ગાડીમાંથી પોલીર્‌ને વિદેશી દારૂની બોટલ મળી આવી હોય પોલીસ દ્વારા ગાડી ચાલક ચિરાગ દિનેશભાઈ દરજી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.