
30 મિનિટમાં સાબિત થઈ શકતી તપાસ 30 દિવસ પછી પણ અધૂરી જ રહી
યુનિવર્સિટીની પરીક્ષામાં પ્રાંતિજ ખાતે બનેલી કથિત ડમીકાંડ મામલે બુધવારે યુનિવર્સિટી દ્વારા તપાસ માટે મોકલેલ બે સિનિયર પ્રોફેસર ટીમે પરીક્ષા સેન્ટરના સીસીટીવી ચકાસતાં વિદ્યાર્થિની પરીક્ષા આપતી દેખાઇ છે. જે વિદ્યાર્થીની ડમી કે સાચી છે તે બાબતે તપાસ કરવા ફરી ટીમ કોલેજમાં જઈ વિદ્યાર્થિનીને રુબરુ બોલાવી નિવેદન બાદ તપાસ રિપોર્ટ તૈયાર કરશે. તપાસમાં માત્ર 30 મિનિટ લાગે તેની સામે 30 દિવસ પૂર્ણ થવા છતાં હજુ તપાસમાં ડમી છાત્રાની ઓળખ મુદ્દે પ્રશ્નાર્થ છે.
પ્રાંતિજની એમ.સી દેસાઈ આર્ટસ કોલેજમાં એમએસેમ ટુની પરીક્ષામાં બનેલ કથિત ડમીકાંડ મામલે બુધવારે યુનિવર્સિટી દ્વારા સંલગ્ન રાધનપુરના કોલેજના પ્રિન્સિપાલ સી.એમ.ઠક્કર, મહેસાણા કોલેજના પ્રિન્સિપાલ જે.કે.પટેલની ટીમ તપાસ માટે મોકલી હતી. ટીમ બે કલાક સુધી કોલેજમાં રોકાઈ પરીક્ષા વર્ગખંડના સુપરવાઇઝર અને સેન્ટરના નિરીક્ષકના નિવેદન લીધા હતા. પ્રિન્સિપાલ કોઈ કાણોસર બહાર હોય મળ્યા ના હતા. બારીકાઈથી ડમી વિદ્યાર્થિની વાળા વર્ગખંડના ફૂટેજ ચકાસ્યા હતા.
જેમાં રોલ નંબર વાળાં વિદ્યાર્થિની બેઠક ઉપર એક વિદ્યાર્થિની પરીક્ષા આપતા દેખાઈ હતી. જેની ફૂટેજ ચકાસણી કરી પૂરાવા રૂપે ફોટો લેવામાં આવ્યા છે. ટીમ દ્વારા પ્રથમ વિઝીટમાં પ્રાથમિક તપાસ ડોક્યુમેન્ટ સહિતની વિગતો લઈને પૂર્ણ કરવામાં આવી છે. ફરી ટીમ દ્વારા બીજી મુલાકાતમાં છાત્રાને રૂબરૂ બોલાવી તેનું નિવેદન લઈ ફૂટેજમાં દેખાયેલ છાત્ર તેમજ રૂબરૂ આવેલ છાત્રા અને તેના ડોક્યુમેન્ટ ચકાસણી કરી પરીક્ષા કોણે આપી તે ખરાઈ કરી રિપોર્ટ તૈયાર કરાશે. તેવું તપાસ કમિટીના સભ્યે જણાવ્યું હતું.