ઈલેક્ટ્રીક ડીપી માં ફસાયેલ ચાઇનીઝ દોરી વાળો પતંગ લૂંટવા જતા માસૂમ બાળક મોતને ભેટ્યો..

પાટણ
પાટણ

શહેરના છાસીયાધરા વિસ્તારમાં રહેતા પ્રજાપતિ પરિવારના માસુમ બાળકના મોત ને પગલે પરિવારમાં શોક છવાયો..

તંત્ર દ્વારા ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ છતાં શહેરમાં કેટલાક વેપારીઓ દ્વારા ચાઈનીઝ દોરી નું વેચાણ કરાયું હોવાની પ્રતિતિ થઈ.

પાટણ  : મકરસંક્રાંતિ પર્વને લઈને તંત્ર દ્વારા પ્રતિબંધિત ચાઇનીઝ દોરી નું વેચાણ ન થાય તે માટે ઉતરાણ પૂર્વે તપાસ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. છતાં પાટણ શહેરના કેટલાક વેપારીઓ દ્વારા તંત્રની નજર ચૂકવીને મોટા પાયે ચાઇનીઝ દોરી નું વેચાણ કર્યું હોવાની પ્રતિતિ મકરસંક્રાંતિના પર્વના દિવસે ચાઇનીઝ દોરી વાળો પતંગ લૂંટવા જતાં ૧૪ વર્ષના માસૂમ બાળકનું ઇલેક્ટ્રિક શોક લાગવાથી મોત નીપજયું હોવાની ઘટના પ્રકાશમાં આવવા પામી છે.

બનાવની મળતી હકીકત મુજબ પાટણ શહેરના લસણીયા વાડા છાસિયાધરા વિસ્તારમાં રહેતા પ્રજાપતિ વિરલ કુમાર સેવંતીલાલ નો ૧૪ વર્ષિય માસુમ પુત્ર શુભમ ઉતરાયણ નાં દિવસે શહેરના નિલમ સિનેમા નજીક ના પનાગરવાડા પાસે ઉભો હતો તે સમયે ચાઈનીઝ દોરી સાથે કપાયેલ પતંગ ઈલેક્ટ્રીક ડીપી ઉપર ફસાતા તેને લૂંટવા જતાં માસુમ શુભમ ને જબરજસ્ત ઈલેક્ટ્રીક શોટૅ લાગતા વિસ્તારના રહીશો તાત્કાલિક ધટના સ્થળે દોડી આવી તેને શહેર ની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયા હતા જ્યાં ફરજ પરના તબીબે માસુમને મૃત જાહેર કરતા માસુમ બાળક નાં પરિવારજનો માં ઉતરાયણ નો પવૅ શોક માં પલટાયો હતો.

એક તરફ તંત્ર દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ફરીને લોકો ને પ્રતિબંધીત ચાઈનીઝ દોરી નહીં વેચવા અપીલ કરી હોવા છતાં કેટલાક વેપારીઓ દ્વારા મોટા પ્રમાણમાં ચાઈનીઝ દોરી નું વેચાણ કર્યું હોવાની પ્રતિતિ ઉતરાયણ નાં દિવસે બનેલી ઘટના ઉપરથી ફળીભૂત બની છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.