રાધનપુર ખાતે કાયમી રીક્ષા સ્ટેન્ડ આપવા નગર પાલિકા, પોલીસ સ્ટેશન સહિત મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું

પાટણ
પાટણ

પાટણ જિલ્લાના રાધનપુરમાં છેલ્લા કેટલાય સમયથી રીક્ષા સ્ટેન્ડ હટાવી દેવામાં આવેલ હોય રાધનપુર રીક્ષા એસોસિએશનના રીક્ષા ચાલકો નગર પાલિકા પોલીસ તંત્ર સહિત મામલતદારને મૌખીત રજૂઆત અને આવેદન પત્ર આપવા મોટી સંખ્યામાં પહોચ્યા હતા. રીક્ષા એસોસિએશનના રીક્ષા ચાલકો દ્વારા પાટણ જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિ પ્રમુખ જયાબેન સોની રીક્ષા ચાલકોને ન્યાય આપવવા માટેની માંગ કરતા સાથે જોડાયા હતા. નગર પાલિકા ચીફ ઓફિસર તેમજ રાધનપુર પોલીસ સ્ટેશનમાં પીઆઇ અને મામલતદાર સહિતને લેખિતમાં રજૂઆત કરી હતી. રજૂઆતમાં જે રીક્ષા ચાલકોના પ્રશ્નો છે તેને તાત્કાલિક ધોરણે નિરાકરણ લાવવા લેખિત જાણ કરવામાં આવી હતી.રાધનપુર રીક્ષા એસોસિએશનના શહેરનાં દરેક રિક્ષાચાલકો દ્વારા રાધનપુર ખાતે આવેલ નગરપાલિકા સહિત રાધનપુર પોલીસ સ્ટેશનના પીઆઈ ને પણ લેખિત રજૂઆત પાટણ જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જયાબેન સોનીને સાથે રાખી રીક્ષા ચાલકોએ રજૂઆત કરી હતી. લેખીત રજૂઆતમાં રાધનપુર શહેરના અંદર રીક્ષા ચાલકોને પડતી તમામે મુશ્કેલીઓને લઈ તેમના જે પ્રશ્નો છે મુખ્ય કે રાધનપુર શહેર માં પહેલા રીક્ષા સ્ટેન્ડ હતું. જે રીક્ષા સ્ટેન્ડ ઘણા સમય થી દુર કરાયું હોવાથી રીક્ષા ચાલકોને અનેક મુશ્કેલી પડી રહી છે જેને લઈને આવેદન પત્ર આપવા મોટી સંખ્યામાં રીક્ષા એસોસિયેશન પાટણ જિલ્લા મહિલા પ્રમુખ જયાબેન સોનીને સાથે રજૂઆત કરવા પહોચ્યા હતા.

રાધનપુર શહેર રિક્ષા એસોસિએશનના રીક્ષા ચાલકો દ્વારા નગર પાલિકા, પોલીસ સ્ટેશન ખાતે પીઆઈને રજૂઆત કરવામા આવી અને મામલતદારને લેખીત આપવામાં આવ્યું છે. જેમાં જણાવ્યું છે કે રાધનપુર શહેરમાં દિવસે જે રીક્ષા ચલાવી રીક્ષા ચાલક પૈસા થોડા ઘણા કમાય છે એ પણ ટ્રાફિક પોલીસ દ્વારા એમને નડતરરૂપ થઈ અને ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક નાં ભોગ વારંવાર બની રહ્યા હોવાની વિગત દર્શાવી છે. તેમજ ટ્રાફિક પોલીસ દ્વારા રીક્ષાઓને ડીટેન કરી ટ્રાફિક ભંગના કેસો બનાવવામાં આવે છે. જેનાથી રીક્ષા ચાલકો જે માંડ માંડ દિવસ ભર કરેલી કમાણી 400 કે 500 રૂપિયા કમાયા હોય તે ટ્રાફિક ભંગ નાં ભોગ બની ભરવા મજબૂર બને છે અને દિવસભર ની કમાણી આ રીતે જતી હોય રીક્ષા ચાલકો નું ઘર ગુજરાન ચલાવવામાં પણ મુશ્કેલ પડે છે તેવું રીક્ષા એસોસિએશનના રીક્ષા ચાલકો એ જણાવ્યું હતું.રીક્ષા ચાલકો દ્વારા જયાબેન જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખને સાથે રાખી અને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.તેમજ રજૂઆત માં 10 દિવસ નો સમય આપવામાં આવ્યો છે.જે સમય દરમિયાન શહેર માં રીક્ષા સ્ટેન્ડ બોર્ડ મૂકવા અને નો જગ્યા પર કોઈ દબાણ હોય તે દબાણો દૂર કરવા માટે પાલિકામાં રજૂઆત કરાઇ છે.રાધનપુર શહેરમાં રીક્ષા ચાલકોએ જણાવ્યું હતું કે, અમોને કાયમી રિક્ષા સ્ટેન્ડ બનાવી આપવામાં આવે તેમજ પહેલા જે ફાળવણી કરેલી હતી તે જગ્યા ઉપર રીક્ષા સ્ટેન્ડનું બોર્ડ લગાવી ત્યાં કોઈ દબાણ હોય તો તાત્કાલિક દૂર કરે તો ત્યાંની ત્યાં એજ જૂની જગ્યાએ રીક્ષાઓ પાર્કિંગ કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ રીક્ષા ચાલકો,રીક્ષા એસોસિયશન દ્વારા કરવામાં આવી છે. રજૂઆત દરમિયાન રીક્ષા એસોસિયેશન દ્વારા પાલિકાને આઠ દિવસનો સમય આપવામાં આવ્યો છે અને નગરપાલિકાને જો આઠ દિવસમાં કંઈ પણ યોગ્ય કામગીરી નહીં કરવામાં આવે તો રીક્ષા ચાલકો ગાંધી ચિંધ્યા માર્ગે પણ આગળ વધશે અને જેમાં જિલ્લા મહિલા પ્રમુખ જયાબેન સોની પણ રીક્ષા એસોસિએશન ને સાથ સહકાર આપશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.