સમીના વરાણા નજીક સીએનજી ગાડીમાં આકસ્મિક આગ લાગતા ચાલક ભડથું

પાટણ
પાટણ 287

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામ પાસે શુક્રવારની બપોરે સીએનજી ગેસ કીટ વાળી ગાડીમાં અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠતા ગાડીમાં સવાર ચાલકનું ભડથુ થઇ જવા પામ્યું હતું.બનાવની મળતી હકીકત મુજબ પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામના પાટિયા પાસે વાવલ પુલ નજીક થી શુક્રવારની બપોરના સુમારે પસાર થઈ રહેલ સીએનજી કીટ વાળી ગાડી માં અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠતા ગાડી ચાલક વરાણા ગામ ના રમેશભાઈ જેઠાભાઇ સિંઘવ નામના વ્યક્તિ ગાડીમાં જ સળગીને ભડથું થઈ જવા પામ્યા હતા.ઉપરોક્ત બનાવની જાણ સમી પોલીસને કરાતા સમી પોલીસે ઘટનાસ્થળે આવી ગાડી માં લાગેલી આગને અગ્નિશામક યંત્ર થી ઓલવી ગાડીમાં ભસ્મીભૂત બનેલા રમેશભાઈ સિંઘવની લાશનું પંચનામું કરી પીએમ અર્થે સમી રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું સૂત્રોએ જણાવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.