
પુનાસણ બસ સ્ટેશન ખાતે રિક્ષા-ઈકો વચ્ચે અકસ્માત સર્જાયો
સિદ્ધપુર-પાટણ હાઈવે ઉપર આવેલા પુનાસણ બસ સ્ટેશન નજીક રિક્ષા પલટી ખાઈ જતાં તેમાં સવાર 6 મુસાફરોને નાની-મોટી ઈજાઓ થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.જેમાં સિદ્ધપુર તાલુકાના કનેસરા ગામના એક જ પરિવારના લોકો પોતાના સંબંધીને ત્યાં લોકાચાર માટે ગયા હતા જ્યાંથી પરત આવી રહ્યા હતા ત્યારે પુના સણ ગામના બસ સ્ટેશન પાસે અચાનક ઈકો કાર વચ્ચે ઘૂસી જતાં રિક્ષાચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો અને રિક્ષા હાઈવે ઉપર જ પલટી મારી ગઈ હતી.ત્યારે આ અકસ્માતમાં રિક્ષામાં સવાર 6 વ્યક્તિઓને ઈજાઓ થઈ હતી.જેથી ઘટનાસ્થળે હાજર લોકોમાંથી જાગૃત નાગરિકે 108 એમ્બ્યુલન્સને ફોન કરતા એમ્બ્યુ લન્સે આવી પહોંચી ઈજાગ્રસ્તોને વધુ સારવારઅર્થે હોસ્પિટલ ખાતે ખસેડયા હતા.