
હારીજમાં કિશોરીને એક વર્ષ પૂર્વે ભગાડી જનાર યુવાન ફરી અપહરણ કરી લઇ ગયાનો આક્ષેપ
હારીજનગરનાં અમરતપુરા વિસ્તારમાંથી એક સગીરા ગુમ ગઇ હતી. જે અંગે સગીરાનાં પિતાએ તેનું અપહરણ થયા અંગેની ફરીયાદ નોંધાવી હતી. આ અંગેની મળતી માહિતી મુજબ, હારીજનાં અમરતપુરામાં રહેતો એક પરિવાર અગાઉ વડોદરાનાં ગણપતપુરા ગુમાડ ચોકડી ગામે રહીને મજુરી કરતો હતો. બાદમાં આ પરિવારનાં પતિ-પત્ની હારીજ રહેવા આવ્યા હતા ને તેમની સગીર દીકરી તેના મામા ના ઘરે દાદા દાદી સાથે રહેતી હતી.
આ કિશોરી વડોદરાનાં ગણપતપુરામાં તેના મામાનાં ઘેર એક શખ્સના પરિચયમાં આવી હતી. તેને એક વર્ષ પૂર્વે ભગાડીને લઇ ગયો હતો. આ કિશોરીને પરત લાવવામાં આવી હતી. ને તેના પિતાને સોંપતાં તે અંગે સામાજિક સામાધાન થયું હતું. તેથી તે સમયે કોઇ ફરીયાદ દાખલ કરી ન હતી તા. 17-3-23નાં રોજ હારીજ ખાતેનાં ઘરે આ કિશોરી અને તેનાં પરિવારનાં સભ્યો હાજર હતા તયા તેમનાં ઘરની સામે આવેલા શૌચાલયમાં કિશોરી કુદરતી હાજતે ગયેલી તે સમય થવા છતાં તે પાછી ઘેર ન આવતાં તેની તપાસ કરતાં તેનો પત્તો મળ્યો નહોતો.