પાટણ શહેરની જનરલ હોસ્પિટલમાં સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો, 657 લાભાર્થીઓ લાભ લીધો

પાટણ
પાટણ

પાટણ શહેરની જનરલ હોસ્પિટલ ખાતે આયુષ્યમાન ભવ કાર્યક્રમ હેઠળ જરૂરીયાત મંદ દર્દીઓ સુધી તમામ આરોગ્યની સેવાઓ મળી રહે તે હેતુથી સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન આજે શુક્રવારે સવાર 9 થી 12.30 વાગ્યા સુધી કરવામાં આવ્યું હતું.


ઓ.પી.ડી એરીયામાં તમામ સ્પેશ્યાલીસ્ટ જેવા કે ઓર્થોપેડીક, ફીઝીશીયન, ગાયનેકોલોજીસ્ટ, આંખના નિષ્ણાંત, બાળરોગ નિષ્ણાંત, આર્યુવેદીક અને હોમયોપેથીક, દાંતના ડૉક્ટર તથા N.C.D ક્લીનીકને લગતી સેવાઓની મદદથી સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. તદ્ઉપરાંત આ કેમ્પમાં આયુષ્યમાન કાર્ડ તથા ABHA કાર્ડ નિકાળવાની કામગીરી પણ કરવામાં આવેલ હતી. આ કેમ્પમાં કુલ 657 લાભાર્થીઓ લાભ લીધો હતો જેમાં ગાયનેક67 , આંખના:-72 ફીઝીશીયન 166 ડેન્ટલ 60, પીડીયાટ્રીક 172 અન્ય 120 દર્દીઓએ લાભ લીધેલ તેમજ કુલ લેબોરેટરી ટેસ્ટ :-537, ઈ.સી.જી 32 કરવામાં આવ્યા હતા .અને ABHA કાર્ડ :-398, PMJAY કાર્ડ 22 કાર્ડ કાઢવમાં આવ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.